મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ


SHARE





રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ

મોરબીના વિરપરડા ગામ પાસે છેલ્લા ચાર દિવસથી વિચિત્ર ઘટના જોવા મળી રહી છે જેમાં ગામના એક ખેડૂતના ખેતરમાં આ વર્ષે જ બનાવવામાં આવેલ કુવાની અંદર ભરાયેલ પાણી હાલકડોલક થતું જોવા મળે છે જેથી લોકોમાં ભારે કુતુહલ સર્જાયું છે અને બુધવારે સાંજે આ કુવાની અંદર રહેલું પાણી ફરી હાલકડોલક થતું જોવા મળ્યું હતું જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો કુવા કાઠે ઊટી પડ્યા હતા અને હાલમાં કૂવાને લઈને અનેક અફવા તેમજ અંધશ્રધ્ધા ફેલાવા લાગી છે. ત્યારે સત્ય શું છે હવેલી તકે બહાર આવે તે જરૂરી છે.

સામાન્ય રીતે કુવા અને નદીના પાણી શાંત જોવા મળતા હોય છે અને તેમાં કોઈપણ પ્રકારની મુમેન્ટ હોતી નથી પરંતુ મોરબી તાલુકાના વીરપરડા ગામે પ્રાણજીવનભાઈ સાદરીયા નામના ખેડૂતના ખેતરની અંદર જે કૂવો આવેલો છે તે કુવાની અંદર ગત રવિવારે અને સોમવારે પાણી હાલકડોલક થતું જોવા મળ્યું હતું ત્યારબાદ બુધવારે બપોરે ત્રણેક વાગ્યાથી ફરી પાછું આ પાણી હાલકડોલક થતું જોવા મળતા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ત્યાં જોવા ઉલટી પડ્યા હતા ઉલેખનીય છે કે, મોરબી તાલુકામાં ગત શનિવારે દિવસ દરમિયાન નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેથી કરીને સ્થાનિક જળાશયોમાં નવા નિરની આવક થઈ હતી ત્યારે નદી, નાળા, કુવા, તળાવ વિગેરે છલોછલ ભરાઈ ગયા હતા દરમ્યાન પ્રાણજીવનભાઈ સાદરિયાના ખેતરની અંદર આવેલો કૂવો પણ છલોછલ ભરાઈ ગયો હતો અને બીજા દિવસે રવિવારથી આ કુવાના પાણીની અંદર દરિયામાં મોજા ઉછળતા હોય તે પ્રકારે પાણી હાલકડોલક થતું જોવા મળતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

જે રીતે રવિવારે અને સોમવારના દિવસ દરમિયાન પાણી હાલકડોલક થતું જોવા મળ્યું હતું તેવી જ રીતે બુધવારે બપોરે સમયે વીરપરડા ગામે રહેતો જાહીદભાઈ સુમરા નામનો યુવાન પોતાનું બાઈક લઈને હાઇવે ઉપરથી પસાર થયો હતો ત્યારે કુવાનું પાણી હાલતડોલક થતું જોવા મળ્યું હતું જેથી તે યુવાને પોતાના મોબાઇલમાં કૂવાના પાણીનો વિડીયો બનાવ્યો હતો ત્યારબાદ પોતાના ગામ વીરપરડામાં અન્ય લોકોને જાણ કરી હતી સાથોસાથ વાડીના માલિકને પણ જાણ કરવામાં આવી હતી આ બનાવની જાણ થતા વીરપરડા, મોડપર, બીલિયા, બગથળા, આમરણ વિગેરે ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો કુવા કાંઠે ઉમટી પડ્યા હતા

આ ખેતરના માલિક પ્રાણજીવનભાઈ સાદરિયા પાસેથી મળતી વિગત પ્રમાણે તેઓએ પોતાના ખેતરની અંદર ત્રણ મહિના પહેલા જ 33 ફૂટ બાય 33 ફૂટ પહોળો અને 18 ફૂટ ઊંડો કૂવો બનાવેલ છે અને આ ચોમાસામાં પહેલી જ વખતે તેઓના ખેતરમાં કૂવામાં પાણી ભરાયેલ છે અને પહેલા જ વરસાદમાં કુવાની અંદર ખેતરની જમીન કરતા પણ વધુ ઊંચું પાણી ભરાયું છે અને અચાનક જ પ્રથમ વખત ભરાયેલા આ કુવામાં અન્ય કોઈ કુવામાં કરંટ જોવા મળતો નથી તેવો કરંટ જોવા મળે છે જેથી કુવાનું પાણી શા માટે થઈને હાલકડોલક થાય છે તે તપાસનો વિષય બન્યો છે

છેલ્લા લગભગ ચાર દિવસથી વીરપરડા ગામે કુવાની અંદર પાણી શાંત રહેવાના બદલે હાલકડોલક થઈ રહ્યું છે જેથી અનેક અફવાઓ અને અંધશ્રધ્ધા ફેલાઈ રહી છે અને જુદીજુદી અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે જેમાં ઘણા લોકો કહે છે ભૂકંપ આવવાની શક્યતા છે તો ઘણા લોકો પવનના કારણે કૂવાનું પાણી હલી રહ્યું છે તેવું કહી રહ્યા છે જ્યારે ઘણા લોકો ભૂત પ્રેતની પણ વાતો કરી રહ્યા છે ત્યારે સત્ય શું છે તે હજુ સુધી બહાર આવ્યું નથી જેથી તંત્ર દ્વારા આ બાબતે ખરાઈ કરીને હકીકત બહાર લાવવામાં આવે તેવું સહુ કોઈ ઈચ્છી રહ્યા છે




Latest News