મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા


SHARE





મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા

બ્રહ્માકુમારીઝ દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા ૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનકે જેને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીએ તા. ૨ ઓગષ્ટ ના રોજ ખાસ ઉદબોધન કરેલ છે. આ અંતર્ગત મોરબીની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઓમ શાંતિ વિદ્યાલયના સંચાલક ટી.ડી. પટેલની હાજરીમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નશામુક્તિ પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ દ્વારા નશાના શારીરિક, માનસિક, પારિવારિક તથા સામાજિક જીવન પર પડતા દૂષ્પ્રભાવો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજયોગ દ્વારા કઈ રીતે વ્યક્તિ જીવનને આત્મનિર્ભર તથા કોઈ પણ બંધનોથી મુક્ત બનાવી શકે એ વિશે પ્રેરણા આપી હતી. જેમાં બ્રહ્માકુમારીઝ મોરબીના મુખ્ય સંચાલિકા આદરણીય બ્રહ્માકુમારી અલ્કા દીદી , બ્રહ્માકુમારી આયુષીબેન તથા બ્રહ્માકુમારી બંસીબેન દ્વારા આ કાર્યક્રમ માં રાજયોગ મેડિટેશન અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા વ્યસનમુક્ત તથા તણાવમુક્ત જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સ્કૂલના સંચાલક સહિત તમામ શિક્ષકો અને વિદ્યાર્થીએ નશામુક્તિ જાગૃતિ પ્રતિજ્ઞા લીધી હતી અને પોતાના જીવનમાં કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા તેમજ સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવી વધુમાં વધુ લોકોને આ અભિયાન સાથે જોડાવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




Latest News