મોરબીના બાયપાસ રોડે સરકારી આવાસ પાસેથી પિસ્તોલ- બે કાર્ટિસ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
મોરબીના બેલા ગામે ઘરમાં રમતા રમતા ગરમ પાણીની ડોલમાં પડી જવાથી દાઝી ગયેલા બાળકનું મોત
SHARE
મોરબીના બેલા ગામે ઘરમાં રમતા રમતા ગરમ પાણીની ડોલમાં પડી જવાથી દાઝી ગયેલા બાળકનું મોત
મોરબી તાલુકાના બેલા ગામે ઘરમાં રમતા રમતા ગરમ પાણીની ડોલમાં બાળક પડી ગયો હતો જેથી ત્રણ વર્ષના બાળક ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના બેલા ગામે રહેતા ભરતભાઈ સોલંકીનો ત્રણ વર્ષનો દિકરો જીગ્નેશ ગત તા. ૨૦/૧૨/૨૧ ના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં રમતા રમતા ઘરમાં ગરમ પાણીની ડોલમાં પડી ગયો હતો જેથી કરીને જીગ્નેશ શરીરે ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર કારગત નહીં નિવડતા તા.૬/૧/૨૨ ના રોજ સવારે ૧૦;૩૦ કલાકે તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી