મોરબીના બેલા ગામે ઘરમાં રમતા રમતા ગરમ પાણીની ડોલમાં પડી જવાથી દાઝી ગયેલા બાળકનું મોત
મોરબીમાં કારના માલિકને ધી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીએ ચુકવ્યા ૩.૧૯ લાખ
SHARE
મોરબીમાં કારના માલિકને ધી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીએ ચુકવ્યા ૩.૧૯ લાખ
મોરબી રવાપર ગામના વતની રવજીભાઈ ગંગારામ વીરમગામાની મોટરકારના વીમાનો કેસ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો અને ધી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીમાથી ૩,૧૯,૭૯૯ રૂપિયાનો ચેક આવતા તે ચેક ગ્રાહક રવજીભાઈ વીરમગામાને અર્પણ કરવામાં આવ્યો હતો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતા સરકારની જાગો ગ્રાહક જાગો યોજના સફળ થઈ રહી છે અને ગ્રાહકના હિત માટે સરકાર દ્વારા ઘણી સુવિધા આપવામા આવે છે. ત્યારે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અવારનવાર જાગો ગ્રાહક જાગોના સેમીનાર પણ યોજવામા આવે છે અને ગ્રાહકને કોઈપણ તરફથી છેતરપીંડી કે અન્યાય થાય તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યુ છે