મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં કંપની સેક્રેટરીમાં કારકિર્દી સેમિનાર યોજાયો
કોણ કહે છે કે મોરબીના યુવાનો સેવાભાવી નથી, નામ-ગામની જાણ ન હોવા છતાં સેવા કરી
SHARE
કોણ કહે છે કે મોરબીના યુવાનો સેવાભાવી નથી, નામ-ગામની જાણ ન હોવા છતાં સેવા કરી
હળવદના સેવાભાવી યુવાનોએ કોઈ અજાણ્યા અને બિનવારસી યુવાન કે જેના પગમાં સડો થઈ ગયો હતો અને એટલું જ નહીં પગમાં જીવડાં પડી ગયા હતા અને ખુબ જ પીડા થતી હતી. ત્યારે હળવદના ફ્રેન્ડ્સ ગ્રુપના સેવાભાવી યુવાન અજ્જુભાઈએ તપનભાઇ દવેને ફોન કર્યો અને કહેલ કે સરાનાકા પાસે અંબિકા આઈસ્ક્રીમ પાસે કોઈ પરપ્રાંતીય યુવાન દુખાવાને લઇને રાડો પાડે છે અને કહે છે કે મને પગે પાટો બાંધી આપો.તેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમને પ્રાથમિક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા.
હળવદ સરકારી હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ડ્રેસિંગ પણ કર્યું રાત્રે મોડું થઇ ગયું હતું એટલે આગળ સારવાર માટે લઈ જવાય તેવી સાનુકૂળ પરિસ્થિતિ ન હતી. હવે પ્રશ્નએ હતો કે રાત રહેવાની વ્યવસ્થા કરવાની હતી પણ ભાઈના પગમાં એટલી બધી જીવાંત હતી તેમજ ઘણા દિવસથી પીડાતા હશે જેના લીધે અતિશય દુર્ગંધ આવતી હોવાથી બાજુમાં કોઈને સરળતાથી ઉભું રહેવું મુશ્કેલ હતું.સરકારી હોસ્પિટલમાં રાખીયે તો બીજા દર્દીઓ હેરાન થાય તેવી પરિસ્થિતિ હતી ત્યારે સંદીપભાઈ શેઠએ કહ્યું બાપા સીતારામ મઢુલીએ લેતા આવો ત્યાં વ્યવસ્થા થઇ જશે પરંતુ ત્યાં પણ અન્નક્ષેત્ર ચાલે એટલે હોટલ મુરલીધરના માલીક અને હર્ષદ યુવા ગ્રુપના વિજયભાઈ ભરવાડને વાત કરી તો તેમણે કહેલ કે મારી જૂની હોટેલે લેતા આવો ત્યાં રાત રોકવાની વ્યવસ્થા થઈ જશે રાત ત્યાં રોકાઈ ગયા સવાર પડી.
ત્યારે આ પ્રકારના નિરાધાર અને અતિ ગંભીર દર્દીઓની ખુબ સારી રીતે સંભાળ અને પરિવારના સભ્યની જેમ જ સેવા કરતી સંસ્થા શ્રી યદુનંદન ગૌશાળાના સંચાલક સાથે વાત કરી તેમણે કહ્યું અહીંયા મોકલી આપો સારવાર અને સંભાળ બને સારી રીતે થઇ જશે હવે પ્રશ્ન આવ્યો કે ત્યાં સુધી લઈ કઈ રીતે જવા મેં હળવદ માર્કેટિંગ યાર્ડના સેવાભાવી સેક્રેટરી મહેશભાઈ પટેલને ફોન કર્યો તો તેઓએ કહ્યુ કે આ એક આ પ્રકાર નું સેવા નું કામ છે. એમ્બ્યુલન્સ બીજા દર્દીને લઈને ક્યાંય નહીં ગઈ હોઈ તો મોકલી આપું.એક જ મિનિટમાં વળતો ફોન આવ્યો માર્કેટિંગ યાર્ડએ એમ્બ્યુલન્સ તૈયાર છે તે મોરબી રીફર કરી આપશે અજ્જુભાઈને ફોન કર્યો સાથે કોણ જશે અજ્જુભાઈએ તૈયારી દર્શાવી હું જઈશ સાથે અને સૌરાષ્ટ્રની સારામાં સારી સંસ્થામાંથી એક એવી યદુનંદન ગૌશાળાએ પહોંચી ગયા જ્યાં રહેવા જમવા સહીત સારામાં સારી સારવાર તેમને મળી રહેશે.
આ છે આજના સેવાભાવી યુવાનો નથી નામમી ખબર નથી ગામની ખબર છતાં પોતાનું કોઈ અંગત હોઈ તેવી સેવા કરી તે બદલ સર્વે સેવાભાવી યુવાનો અને ખાસ આ સેવાકાર્યમાં નિમિત્ત એવા ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના પ્રમુખ અજ્જુભાઈ, ઘનશામ બારોટ, શૈલેષ બારોટ, હર્ષદ યુવા ગ્રુપ-શક્તિનગરના વિજયભાઈ બીજલભાઈ ભરવાડ, રવિભાઇ ભરવાડ, અમિતભાઇ ભરવાડ, હળવદ સરકારી હોસ્પિટલના ડૉ.અશ્વિનભાઈ આદ્રોજા અને તેમની ટિમ, બાપા સીતારામ મઢુલીના સેવક સંદિપભાઇ શેઠ અને ટિમ, માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ અને માર્કેટિંગ યાર્ડની ટિમ અને એમ્બ્યુલનસના પાઇલોટ જયેશભાઇ રાઠોડ અને જે દીકરાની જેમ આ યુવાનની માવજત કરી અને સાચવશે તે શ્રી યદુનંદન ગૌશાળાના સર્વે સેવાભાવી યુવાનો તેમજ ડોક્ટરોનો જીલ્લા યુવા ભાજપ અગ્રણી તપનભાઇ દવેએ આભાર માન્યો હતો.