મોરબીમાં દુકાનમાંથી 1.80 લાખના કોપર વાયરની ચોરીના ગુનામાં બે આરોપીની 80 હજારના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ મોરબીના રંગપર ગામે ઓરડીમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત મોરબીના નીચી માંડલ-હળવદના સરંભડા ગામે હેવી વીજ લાઈનમાંથી વાયર તૂટવા મામલે ખેડૂતોએ કરી લેખિતમાં પોલીસ ફરિયાદ મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે ઈદે-મિલાદની ઉજવણી કરાઇ: ઝુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર મોરબી તાલુકામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવાના બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ મોરબીમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક યોજાયો: દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાની દુઆ મોરબીની નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે ઓરડીમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત


SHARE







મોરબીના રંગપર ગામે કારખાનાની ઓરડીમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની પાસે આવેલા વાયર્સન સિરામીકના લેબર કવાટરમાં યુવક યુવતીએ સજોડે આપઘાત કરી લેતા પોલીસને જાણ કરવામાં આવેલ છે. જેથી પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.હાલમાં મોરબી છાત્રાલય રોડ ખાતે રહેતા મહેશભાઈ દેત્રોજા (45)એ તાલુકા પોલીસમાં જાણ કરી હતી કે રંગપર ગામની સીમમાં આવેલા વારર્સન સિરામીકના લેબર કવાટરમાં રહીને મજુરીકામ કરતા આકાશસિંગ જગદીશસિંગ (20) મુળ રહે. ટીકર ખુર્દ બરાખુર્દ સતના જી.રામનગર મધ્યપ્રદેશ અને તેની સાથે ઉર્મિલાબેન સુરેન્દ્રસિંગ (18) મુળ રહે. કુંવરપુર દહેલીયા જી. એટા ઉતરપ્રદેશ નામના યુવક યુવતીએ લેબર કવાટરમાં સજોડે ગળેફાંસો ખાઈ લેતા બંનેના મોત નિપજેલ છે. જેથી ડેડ બોડી પીએમ માટે સિવિલે ખસેડીને પોલીસે બનાવની નોંધ કરી હતી. જેની પ્રાથમીક તપાસ સ્ટાફના લાલભા ચૌહાણે કરી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

મહીલાનું મોત
 મોરબીના જેતપર રોડ રંગપર ગામે આરકેસી સિરામીકમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજુરીકામ કરતી સુનુબેન વિનોદભાઈ બામણીયા (22) મુળ રહે. દેવલી તડવી ફળીયુ અલીરાજપુર મધ્યપ્રદેશને સાંજે સાતેક વાગ્યે મશીનમાં કામ દરમ્યાન શોટ લાગતા તેણીનું મોત નિપજયું હતું. ડેડબોડી સિવિલે ખસેડાતા સ્ટાફના લાલભા ચૌહાણે બનાવ અંગે આગળની તપાસ કરી હતી.

આધેડનું મોત
 મુળ સુરેન્દ્રનગરના થાનના વતની રઘુભાઈ કરમશીભાઈ આલ (ઉ.50) વાહન લઈને કામ સબબ મોરબી આવ્યા હતા. અહીં રંગપર ગામ નજીક તેઓ વાહનમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેઓને સિવિલે ખસેડાતા ત્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. જે બાબતે બીટ જમાદાર લાલભાએ નોંધ કરી તપાસ કરી હતી.

વાહન અકસ્માત
 મોરબીના સામાકાંઠે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ આવેશ તૈયબભાઈ સામતાણી (27) ને સિવિલે સારવારમાં લઈ જવાયો હતો. જયારે નીચી માંડલ ગામે રહેતા હેમલતાબેન બળદેવભાઈ સોલંકી (30) ને મારામારીમાં ઈજા થતા સિવિલે લવાયા હતા. પોલીસે તપાસ કરતા માવતરે જવાની ના પાડીને ઝગડો કર્યા બાદ તેમના પતિએ હેમલતાબેનને માર માર્યો હતો.તેમજ મોરબીના ખરેડા ગામે રહેતા બચુભાઈ મહાદેવભાઈ ચાડમીયા (55) ને ગામમાં થયેલ મારામારીમાં ઈજાઓ થતા સિવિલે ખસેડાયા હતા.




Latest News