મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન મોરબીના હરીપર (કે) ગામે મિત્રના ઘરનું ભાડુંઆત પાસેથી ભાડું માંગનારા યુવાન સહિત બે વ્યક્તિને પાઇપ-ધોકાથી માર માર્યો હળવદના રણજીતગઢ ગામે રહેતા વૃદ્ધે માનસિક તકલીફથી કંટાળીને ટ્રેન આડે પડતું મૂકીને કર્યો આપઘાત મોરબીના રંગપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત ટંકારાના બંગાવડી ગામે વૃદ્ધ વેપારીએ ઉધારમાં રાશનનો માલ દેવાની ના પડતાં 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કચેરીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ દિશા કમિટીની બેઠક


SHARE







મોરબી કલેક્ટર કચેરીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ દિશા કમિટીની બેઠક

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા)ની બેઠક મોરબી કલેક્ટર કચેરી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકની શરૂઆતમાં અગાઉ યોજાયેલી દિશા કમિટીની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ જૂન-૨૦૨૬ના અંત સુધીમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી ભૌતિક તથા નાણાકીય કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે યોજનાઓના અમલીકરણમાં ઝડપ લાવવા, પાત્ર લાભાર્થીઓને સમયસર યોજનાકીય લાભ મળી રહે તથા વિકાસકામો ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.  વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા તેમના વિભાગ હેઠળ અમલમાં રહેલી વિવિધ યોજનાઓની કામગીરી, ભૌતિક સિદ્ધિ, નાણાકીય પ્રગતિ તથા થયેલી કામગીરીની વિગતો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન યોજનાઓના અમલીકરણ અંગે જરૂરી ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. આ બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખઓ, કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી, ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News