ટંકારાના લજાઈ ગામે રાઘવ પોલીમર્સ કારખાનામાં ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ 2.93 લાખના મુદામાલ સાથે ઝડપાયા
જન્માષ્ટમીને ધ્યાને રાખીને મોરબીમાં ડીવાયએસપીની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું
SHARE
જન્માષ્ટમીને ધ્યાને રાખીને મોરબીમાં ડીવાયએસપીની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું
આગામી જન્માષ્ટમીના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે અને દર વર્ષની જેમ આજે મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું મોરબીના ડીવાયએસપી જે.એમ.આલની આગેવાની હેઠળ મોરબીમાં સરદાર રોડ, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક થઈને દરબારગઢ પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે ફૂટ પેટ્રોલિંગ પૂરું કરવામાં આવ્યું હતું આ તકે મોરબી એ ડિવિઝનના પીઆઇ ઉપરાંત એલસીબી અને એસઓજીના પીઆઇ તેમજ પીએસઆઇ અને પોલીસ કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા અને જન્માષ્ટમી દરમિયાન માટે બંદોબસ્ત માટે પોલીસ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી