મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના નાના દહીસરા ગામના પાટીયા પાસે ટ્રક ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતીનું મોત


SHARE









માળિયા (મી)ના નાના દહીસરા ગામના પાટીયા પાસે ટ્રક ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતીનું મોત

માળિયા (મી)ના નાના દહીસરા ગામના પાટીયા પાસેથી આધેડ તેના પત્નીને પોતાના બાઇક ઉપર સાથે બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઈકને નંબર પ્લેટ વગરના કોલસા ભરેલા ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લીધુ હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં દંપતિને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરની પાછળના ભાગમાં રિદ્ધિ પાર્ક ખાતે રહેતા રહીમભાઈ ઈશાભાઈ ચિચોદરા (50) અને તેઓના પત્ની મેરુનબેન રહીમભાઈ (48) બંને બાઈક ઉપર મોરબીથી દરગાહે ગયા હતા અને ત્યાંથી તેઓ પોતાના બાઈક ઉપર પરત મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે પીપળીયા ચોકડીથી નાના દહીસરા ગામની વચ્ચે વાસુકી કોલ નજીક કોલસા ભરેલા ટ્રક ડમ્પરના ચાલકે રહીમભાઈના ડબલ સવારી બાઇકને હડફેટે લીધૂ હતું અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં દંપતીને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે બંનેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના ભાઈ અબ્બાસભાઈ ચિચોદરાએ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડમ્પર નંબર જીજે 12 બીટી 9528 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે અકસ્માતના આ બનાવના કારણે બે સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે




Latest News