મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન: 20 સ્થળે કરશે મટકી ફોડ
SHARE
મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન: 20 સ્થળે કરશે મટકી ફોડ
મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી જન્માષ્ટમીના દિવસે મોરબી શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીમાં અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે સર્વે હિન્દુ સંગઠન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતરું કે, કૃષ્ણ જન્મોત્સવ નિમિતે મોરબીમાં શોભાયાત્રાનું આયોજન કર્યું છે જે શોભાયાત્રા મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ સુપર ટોકીઝ, પરબજાર, નવા ડેલા, જૂના બસ સ્ટેશન, રામ ચોક, રવાપર રોડ, શાકમાર્કેટ ચોક, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક થઈને દરબાર ગઢ ખાતે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવશે ત્યારે જુદીજુદી 20 જેટલી જગ્યાએ મટકી ફોડ કરવામાં આવશે ત્યાર મોરબી શહેર અને તાલુકાની ધર્મપ્રેમી જનતાને આ શોભાયાત્રામાં જોડાવા માટે સર્વે હિન્દુ સંગઠન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.