મોરબીના જાંબુડીયા નજીક કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત
મોરબીના નાગડાવાસ પાસેથી ૬૦ બોટલ દારૂ ટ્રક સાથે રાજસ્થાની ઝડપાયો: ૧૦.૫૮ લાખનો મુદામાલ જપ્ત
SHARE









મોરબીના નાગડાવાસ પાસેથી ૬૦ બોટલ દારૂ ટ્રક સાથે રાજસ્થાની ઝડપાયો: ૧૦.૫૮ લાખનો મુદામાલ જપ્ત
મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલા નાગડાવાસ ગામની સીમ પાસે ટ્રેકને ચેક કરવામાં આવતા તેમાંથી ૬૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને ટ્રક મળીને ૧૦.૫૮ લાખનો મુદામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરે છે અને દારૂનો જથ્થો ટ્રકમાં ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરુ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ નાગડાવાસ ગામની સીમમાં આવેલ માધવ આઈમાતા હોટલ નજીકથી પસાર થતા ટ્રક નંબર આરજે ૭ જીસી ૯૮૩૯ ને રોકીને પોલીસે ચેક કરતા ટ્રકમાંથી ૬૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૫૮,૯૪૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૧૦ લાખ રૂપિયાની કિંમત મળીને ૧૦,૫૮,૯૪૦ ના મુદ્દામાલને કબજે કરી હાલમાં મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા કિશોરગીરી મધુગિરી ગોસ્વામી જાતે બાવાજી (ઉંમર ૨૮) રહે. બજૂજ તેજપુરા બિકાનેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેના આ ટ્રકની અંદર દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને મોરબી પંથકમાં કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે
