મોરબીના જાંબુડીયા નજીક કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત
SHARE









મોરબીના જાંબુડીયા નજીક કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત
મોરબીના જાંબુડીયા ગામ માટે સિરામિકના કારખાનાની અંદર મજૂરીકામ કરતા યુવાને કોઈ કારણોસર પોતાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ નજીક આવેલ ઓલવિન સીરામીક નામના કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં કરસનભાઈ ખીમાભાઈ જોષી (ઉંમર ૪૦) એ કોઈ કારણોસર પોતાની ઓરડીમાં જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ થતા મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
યુવાનનું મોત
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ બાપાસીતારામ હાઈટસના બ્લોક નંબર ૨૦૨ મા રહેતા પ્રફુલભાઈ ગોપાલભાઈ કોઠીયા (ઉંમર ૪૦)નું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
