મોરબી પાલિકાના માજી મહિલા પ્રમુખના પતિને ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા, બાકી રકમનો બમણો દંડ
મોરબીમાં વજેપરના ઝાંપા પાસેથી ૪૧ બોટલ દારૂ સાથે ત્રણ ઝડપાયા
SHARE
મોરબીમાં વજેપરના ઝાંપા પાસેથી ૪૧ બોટલ દારૂ સાથે ત્રણ ઝડપાયા
મોરબીમાં વજેપર ગામના ઝાંપા સામે વોંકળા પાસે પોલીસ વોચમાં હતી ત્યારે ત્યાથી નીકળેલા ત્રણ શખ્સોને ચેક કરતાં તેની પાસેથી ૪૧ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૨,૩૦૦ ના દારૂ સાથે ત્રણેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યાવહી કરેલ છે
મોરબી એ ડિવિઝનના સિધ્ધરાજભાઈ લોખીલ તથા અરવિંદભાઈ ગડૈયાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, વજેપર ગામના ઝાંપા સામે વોંકળા પાસેથી દારૂ લઈને ત્રણ ઈસમો નીકળવાના છે જેથી પોલીસ ત્યાં વોચમાં હતી ત્યારે ત્રણ ઈસમો ત્યાથી નીકળ્યા હતા જેને ચેક કરતાં તેની પાસેથી દારૂની ૪૧ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૨,૩૦૦ ના દારૂ સાથે હાલમાં ગીરીશભાઈ હીતેશભાઈ રાણેવાડીયા જાતે કોળી (ઉ.૨૦) રહે. વજેપર ગામના ઝાંપા પાસે, મેઘરાજસિંહ ભરતસિંહ ઝાલા જાતે દરબાર (ઉ.૨૧) રહે. વજેપર શેરી નં.૧૬ અને કિશનભાઈ મનુભાઈ લાંબા જાતે ગઢવી (ઉ.૨૦) રહે. વજેપર શેરી નં.૧૫ વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સો પાસે દારૂની બોટલો કયાથી આવી હતી અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે