મોરબીના મહેન્દ્રનગર નજીકથી પાંચ લાખના ટ્રકની ચોરી કરનાર પકડાયો
SHARE
મોરબીના મહેન્દ્રનગર નજીકથી પાંચ લાખના ટ્રકની ચોરી કરનાર પકડાયો
મોરબી સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામ પાસેની પ્રભુકૃપા ટાઉનશીપના ગેટ પાસે પાર્ક કરવામાં આવેલ ટ્રક(ડમ્પર) અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ હોય રૂા.પાંચ લાખની કિંમતનો ટ્રક ચોરી થયો હોવા અંગેની ભોગ બનેલા યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાપરના ભુટકીયા ગામના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામે ભરવાડવાસમાં સિતળા માં વિસ્તારમાં રહેતા નીલાભાઇ ઉર્ફે ગોવીંદભાઇ સોમાભાઇ ભાંગરા જાતે-રબારી (ઉ.૩૫) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, મોરબી મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે પ્રભુકૃપા ટાઉનશીપની બાજુમાં તેણે પોતાનો ટ્રક નંબર જીજે ૩ એટી ૦૪૬૪ પાર્ક કરીને મૂક્યો હતો જે ટ્રકને તારીખ ૩/૧ ના રાત્રિના ૧૦:૩૦ થી બીજા દિવસે સવારના ૫:૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને પાંચ લાખ રૂપિયાની કિંમતના ટ્રકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ યુવાને નોંધાવતા બી ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે ચોરાઉ ટ્રક સાથે સંજય મનુભાઈ ઓળકિયા જાતે કોળી (૨૫) રહે, પંચાસર રોડ અક્ષર એપાર્ટમેન્ટ મૂળ રહે કાંધેવાડિયા ગામ તાલુકો વીછીયા વાળાની ધરપકડ કરેલ છે