લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો

મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ટીચર-પોડકાસ્ટ,  ગુરુદક્ષિણા,  ગુરુવોલ જેવા ઇનોવેટિવ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે ટીચર પોડકાસ્ટમાં 2 વિધાર્થીઓ દ્વારા શિક્ષકોને રસપ્રદ અને મજેદાર પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જેમાં તમારા શોખ કયા?, તમે શિક્ષક બનવાનું કેમ નક્કી કર્યું?, તમારા જીવનના આદર્શ કોણ?, તમારા આદર્શ શિક્ષક કોણ હતા?, તમારા જીવનમાં આવેલા સૌથી તોફાની વિદ્યાર્થીની કોઈ યાદગાર ઘટના? વિગેરેનો સમાવેશ થાય છે. અને ગુરુદક્ષિણા પેટે મારી ગુરુદક્ષિણા, મારું વચનઆ વર્ષે ગુરુને કોઈ મોંઘી ભેટ નહીં વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં સારા પરિવર્તન લાવવાના સંકલ્પો ગુરુદક્ષિણા તરીકે પેટીમાં મૂક્યા હતા જેમાં હું વ્યસન નહીં કરું, હું દરરોજ માતા-પિતાને પ્રણામ કરીશ, હું દરરોજ એક સંસ્કૃત શ્લોક પાઠ કરીશ, હું દરરોજ પાંચ નવા English spellings પાકા કરીશ, હું જંક ફૂડ નહીં ખાઉં, હું નિયમિત અભ્યાસ કરીશ, હું પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરીશ. વિગેરેનો સમાવેશ થાય છે. “GURU WALL”  શબ્દોમાં વ્યક્ત થયેલી કૃતજ્ઞતા શિક્ષકો પ્રત્યેના પ્રેમ, આદર અને કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે એક અલગ પેટી રાખવામાં આવી ગુરુ વોલજેમાં બાળકોએ પોતાના મનની વાત નાનકડી ચિઠ્ઠીઓમાં લખીને મૂકી હતી.




Latest News