મોરબીના મહેન્દ્રનગર નજીકથી પાંચ લાખના ટ્રકની ચોરી કરનાર પકડાયો
મોરબી જીલ્લામાં વધુ એક વખત સુરતથી આવેલ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો: રિમાન્ડ લેવા તજવીજ
SHARE
મોરબી જીલ્લામાં વધુ એક વખત સુરતથી આવેલ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો: રિમાન્ડ લેવા તજવીજ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) ઉડતા પંજાબની જેમ હવે ઉડતા મોરબી જેવો ઘાટ હાલમાં મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો છે કેમ કે, મોરબી જિલ્લાના વાંકાનેર શહેરના માર્કેટ ચોક પાસે રહેણાક મકાનમાં એસઓજી અને સ્થાનિક પોલીસે રેડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી ૬.૫૦૦ કિલો ગાંજાના જથ્થા સાથે ઘરધણી મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી અને આ જથ્થો પણ સુરતથી તેની પાસે આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી પોલીસે નાર્કોટેક્સની કલમ હેઠળ ગુનો નોંધીને બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
થોડા દિવસો પહેલા વાંકાનેર તાલુકાની હદમાંથી મેસરિયા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી રિક્ષાને એસઓજી અને સ્થાનિક પોલીસે રોકીને ચેક કરતા ૪ કિલો ગાંજા મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ બનાવની શાહી હજી સુકાઈ નથી ત્યાં વાંકાનેર તાલુકો જાણે કે નશીલા પદાર્થોના વેચાણ માટે હબ બન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે અને વાંકાનેર શહેરમાં માર્કેટ ચોક પાસે નાગરિક બેન્ક સામેની શેરીમાં મકાનમાં પોલીસે રેડ કરી ૬.૫૦૦ કિલો ગાંજાના જથ્થા સાથે ચંદ્રકાંતભાઈ ઉર્ફે ચંદુભાઈ ત્રિભોવનભાઈ જોબનપુત્રાની ધરપકડ કરેલ છે અને ૬૫૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે
મોરબીમાં જે પત્રકાર પરિષદ યોજાઇ હતી તેમાં ડીવાયએસપી મુનાફખાન પઠાણએ જણાવ્યુ હતું કે, વાંકાનેર સીટી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ પી.જી. પનારા તેમજ એસઓજીની ટીમ દ્વારા ચંદ્રકાંતભાઈ જોબનપુત્રાના મકાનમાં ગાંજા માટે રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી ૬.૫૦૦ કિલો ગાંજાના જથ્થો મળી આવ્યો છે અને તેની પાસેથી સુરતના કતારગામના રહેવાસી મનોજ જૈન અને રાજકોટના હસમુખ ઉર્ફે રજૂ બચુભાઈ બગથરિયાના નામ સામે આવ્યા છે જેથી ત્રણેયની સામે ગુનો નોંધીને નશીલા પદાર્થના વેચાણ સાથે સંડોવાયેલા શખ્સોને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ છે તે આરોપી વર્ષ ૨૦૦૪ માં ૧૬ કિલો જેટલા ગાંજાના જથ્થા સાથે વાંકાનેરમાંથી મળી આવ્યો હતો અને તે ગુનામાં તેને સજા પણ પડી હતી જો કે, જેલમાથી બહાર આવ્યા પછી પાછો આ શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે
વાંકાનેર પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વર્ષો પહેલા પણ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ગાંજો ક્યાંથી આવે છે અને આ નશીલા પદાર્થનું મોરબી જીલ્લાના વાંકાનેર સહિતના કયા કયા વિસ્તારમાં વેચાણ કરવામાં આવે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે