નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
SHARE
નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનસેવા, રાષ્ટ્રસેવા અને સમર્પણના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ પોતાના ઉદ્બોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા અને સમર્પણભર્યા જાહેર જીવનના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને આ પ્રેરણાદાયી સેવાયાત્રાને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમજ આગામી તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૧૭ ઓક્ટોબર સુધી ચાલનારા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ જનકલ્યાણકારી અને સેવાકીય કાર્યક્રમોને સફળતાપૂર્વક આયોજિત કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સુચારુ આયોજન માટે ગહન ચર્ચા કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યશાળા તમામ કાર્યકરો માટે અત્યંત પ્રેરણાદાયી અને માર્ગદર્શક સાબિત થઈ હતી. અને ઉપસ્થિત સહુ હોદ્દેદારો અને કાર્યકરોએ વડાપ્રધાનના “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ના સંકલ્પને વધુ મજબૂત બનાવી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયા, સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મેયર ઉત્તમભાઈ સુરાણી, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાંસદળીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરુણભાઈ પેથાપરા સહિતના ભાજપના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.









