મોરબી જીલ્લામાં વધુ એક વખત સુરતથી આવેલ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો: રિમાન્ડ લેવા તજવીજ
ટંકારાના હરીપર પાસે બે યુવાનોને હડફેટે લઈને એકનું મોત નિપજાવનારા બોલેરો ચાલકની ધરપકડ
SHARE
ટંકારાના હરીપર પાસે બે યુવાનોને હડફેટે લઈને એકનું મોત નિપજાવનારા બોલેરો ચાલકની ધરપકડ
ટંકારા રાજકોટ હાઇવે ઉપર આવેલ હરીપર ગામ પાસે બે યુવાનોને બોલેરો કારના ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને એક યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને અજાણી બોલેરો કારના ચાલકની સામે ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી પંચાસર રોડ ઉપર ગીતા ઓઇલ મીલની સામેના ભાગમાં રહેતા મુન્નાભાઈ રામશંકર દૂબે જાતે બ્રાહ્મણએ અજાણી મહેન્દ્રા બોલેરો પીકપ સફેદ કલરની ઠાઠા વાળી કારના ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, ટંકારા રાજકોટ હાઇવે ઉપર હરીપર ગામથી આગળના ભાગમાં આરોપી પોતાની કાર બેફીકરાઈથી ચલાવીને નીકળ્યો હતો અને તેને તેઓને તેમજ તેની સાથે કામ કરતાં મૂળ સાબરકાંઠાના રહેવાસી અને હાલ મોરબી પંચાસર રોડ ગીતા ઓઇલ મિલ સામે રહેતા રાકેશકુમાર ભુરજીભાઈ ડોડીયાર (ઉમર ૨૫)ને હડફેટે લીધા હતા જેથી રાકેશકુમાર ભુરજીભાઈ ડોડીયારને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું માટે મુન્નાભાઈ રામશંકરની ટંકારા તાલુકા પોલીસે ફરિયાદ લઈને બોલેરો કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં બોલેરો નંબર જીજે ૩૬ ટી ૫૪૪૯ના ચાલક આરોપી વિનોદ જેસસંગભાઈ બરારિયા રહે, શિવનાગર, શેરી નંબર-૭ ગોંડલ વાળાની ધરપકડ કરેલ છે