મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો


SHARE





મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતો અને આ ગુનામાં આરોપી છેલ્લા ૨૦ મહિનાથી ફરાર હતો જેને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમે અમદાવાદ ખાતેથી ભોગ બનેલ સગીરાની સાથે શોધી કાઢેલ છે અને હાલમાં આરોપી તેમજ ભોગ બનેલ સગીરાને એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં આરોપી મગન ઉર્ફે ગૌતમ વાઘજી ડાંગર (૩૦) રહે જસદણ વાળો અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની ચોક્કસ હક્કિત મળી હતી જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ અમદાવાદ પહોચી હતી અને આરોપી મગન ડાંગરને ત્યાંથી ઝડપી લીધેલ છે અને ભોગ બનેલ સગીરાને પણ હસ્તગત કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી માટે આરોપી અને સગીરને મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે.




Latest News