આપણી આંગણવાડી આપણી જવાબદારી: મોરબી જીલ્લામાં ૯ સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ નો પ્રારંભ
SHARE
આપણી આંગણવાડી આપણી જવાબદારી: મોરબી જીલ્લામાં ૯ સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ નો પ્રારંભ
મોરબી જિલ્લામાં સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ ૬ વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં સર્વગ્રાહી સુધારણા લાવવાના ઉદ્દેશ્યથી 'મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦' અંતર્ગત ૯મા "રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬" ની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આગામી ૦૮ ઓક્ટોબર-૨૦૨૬ સુધી સમગ્ર જિલ્લાની ૭૬૧ આંગણવાડીઓ ખાતે સંલગ્ન સરકારી વિભાગોના સહયોગથી "આપણી આંગણવાડી આપણી જવાબદારી" ની મુખ્ય થીમ આધારિત જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવશે. એક માસ દરમિયાન આહારની વિવિધતા અને પ્રોટીનયુક્ત આહાર, આંગણવાડી કેન્દ્રો પર તાજું ગરમ રાંધેલું ભોજન (HCM), બાળપણના પ્રારંભિક વિકાસ માટે પોષણ, સામુદાયિક ભાગીદારી તેમજ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) હેઠળ મળતી રોકડ સહાય અંગે નાગરિકોમાં વ્યાપક વર્તણૂકલક્ષી પરિવર્તન લાવવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.