લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ !
SHARE
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ !
મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, ગણતરીની મિનિટોમાં જ આ બેઠકને પૂર્ણ કરવામાં આવી હતી જેથી કરીને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને સભ્યો પાસે જિલ્લાના વિકાસ કાર્યોની ચર્ચા કરવા માટેનો સમય નથી કે શું તેવો ગણગણાટ થવા લાગ્યો હતો.
મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયાનાઅધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયતના સભા ખંડમાં યોજાઇ હતી જેમાં મોરબી જીલ્લામાં 16 માં નાણાપંચના 3.69 કરોડના આયોજન માટેની સભ્યો પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી તેમજ ડેપ્યુટી ડીડીઓનું વાહન કન્ડમ થયું હોવાથી આઉટ સોર્સથી નવું વાહન રાખવાના એજન્ડાને મંજુરી આપાઈ હતી. તેમજ સીએસ ફાઉન્ડેશન હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ થયેલા 10 વિદ્યાર્થીઓને 15 હજારની સહાય આપવાના એજન્ડાને બહાલી આપવામાં આવી હતી. અને માળિયા તાલુકાનાં નવાગામ ખાતે મંજુર થયેલું સબ સ્ટેશન રાસંગપરમાં બનાવવા માટેનો ઠરાવ આ બેઠકમાં કરવામાં આવેલ હતો. અને જીલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક ગણતરીની મિનિટોમાં પૂર્ણ થઈ ગઈ હતી જેથી જિલ્લા પંચાયતના પદાધિકારીઓ કે સભ્યો પાસે ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટેના વિકાસ કામોની ચર્ચા કરવા માટેની સમય ન હતો કે પછી તે લોકોની પાસે વિકાસ કામો માટેનું કોઈ વિઝન નથી તેવો ગણગણાટ થવા લાગ્યો હતો