મોરબીમાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે નિવૃત આર્મીમેનનું કરાયું સન્માન
SHARE
મોરબીમાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે નિવૃત આર્મીમેનનું કરાયું સન્માન
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો દ્વારા દેશની સેનામાં રહીને ૧૭ વર્ષ સુધી સેવા કરીને કલ્પેશભાઈ આહીર સેનામાંથી નિવૃત થઈને તેમના નિવાસસ્થાને પરત જઇ રહ્યા હતા ત્યારે મોરબીમાં સબ જેલ પાસે મૂકવામાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે કલ્પેશભાઈ આહીરનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલ્પેશભાઈ આહીરએ આપણા દેશના ફોજી તરીકે છત્રપતિ શિવાજી મહારાજને ફુલ હાર કર્યા હતા ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કમલેશભાઈ બોરિચા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.