મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર-રાપર વચ્ચે ચાલતા રોડના કામના સેમ્પલ લેવા માટે મંત્રી બ્રિજેશ મેરજાની સૂચના


SHARE









મોરબીના જેતપર-રાપર વચ્ચે ચાલતા રોડના કામના સેમ્પલ લેવા માટે મંત્રી બ્રિજેશ મેરજાની સૂચના

મોરબી તાલુકાના જેતપર મચ્છુથી રાપર સુધીના નવા રોડ મંજૂર કરાયેલ છે ત્યાં ડામર સપાટીનું કામની ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ કામની સરપ્રાઈઝ મુલાકત લીધી હતી. અને આ કામમાં નક્કી કરેલ પ્રમાણ મુજબ સિમેન્ટ વાપરવાની હોય તેમાં કચાસ દેખાતા સ્થળ પરથી જ બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ સંબંધિત ઇજનેરોને તાકીદ કરી હતી. અને આ નબળું કામ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે જે કોઈપણ એજન્સી હોય તેને નબળા કામની સજા ભોગવવા તૈયાર રહે તેવી તાકીદ કરી હતી. આ ઉપરાંત મટીરીયલને ક્વોલિટી કન્ટ્રોલમાં મોકલવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા કોથળીમાં મટીરીયલ સાથે ગુણવત્તાની ચકાસણી માટે મોકલવા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને સ્પષ્ટ સૂચના આપી હતી અને લેબોરેટરીમાં ચકાસણી કરીને નબળી ગુણવત્તાના મટીરીયલ સબબ એજન્સી અને કામના સુપરવિઝન કરતાં અધિક મદદનીશ ઇજનેરોને યોગ્ય કરવા સુચના આપી છે વધુમાં મંત્રીએ જણાવ્યુ હતું કે, આ એકમાત્ર રસ્તાનું નહિ પણ મોરબી માળીયામાં જ્યાં પણ રસ્તાના કામો ચાલુ છે ત્યાં ક્યાંય પણ કચાસ ચલાવી લેવામાં આવશે નહીં આમ મંત્રીની અચાનક મુલાકાતથી ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ મચી ગયો હતો.




Latest News