મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત


SHARE





વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત

વાંકાનેરમાં ઝાંઝર સિનેમા સામે સર્વિસ રોડ ઉપરથી બાઇક લઈને વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને અન્ય બાઇક ચાલકે હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ વાંકાનેર તાલુકાના પંચાસર ગામના રહેવાસી અને હાલમાં ભાવનગર ખાતે શિશુવિહાર પ્રભુદાસ તળાવ પાસે રહેતા આસિફભાઇ ઉસ્માનભાઈ ભોરણીયા (42)એ બાઈક નંબર જીજે 36 બીએ 0258 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેરમાં ઝાંઝર સિનેમા સામે સર્વિસ રોડ ઉપરથી તેઓના પિતા ઉસ્માનભાઈ ભોરણીયા બાઈક નંબર જીજે 3 બીપી 6996 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી બાઇક ચાલકે તેઓના બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતુ અને આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News