લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન વાંકાનેરના રાતીદેવરી ગામે રૂપિયા બાબતે બે વ્યક્તિને 4 શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો


SHARE





મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો

મોરબીના વીસીપરામાં આવેલ લાયન્સનગરમાં યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસ તપાસ કરી રહી હતી તેવામાં મદીના સોસાયટી નજીકથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈને પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે પૂછપરછ કરતાં લાયન્સનગર વિસ્તારમાંથી ચોરી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી ચોરાઉ બાઇક સાથે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ લાયન્સનગરમાં રહેતા કમલેશભાઈ પ્રેમજીભાઈ ખેર (42)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 3 બીએલ 3710 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી 15,000 રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ તકલીફ શરૂ કરી હતી દરમિયાન બી ડિવિઝન પોલીસની ટીમ મોરબીના વીસીપરા વિસ્તારમાં મદીના સોસાયટી પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી નંબર પ્લેટ વગરનું બાઇક લઈને નીકળેલા શખ્સને રોકીને પોલીસે તેની પાસેથી બાઈકના કાગળો માંગ્યા હતા ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે વધુ પૂછપરછ કરતાં આ શખ્સ પાસે રહેલું બાઇક લાયન્સનગરમાંથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાબાઈક સાથે આરોપી સદામ અનવરભાઈ બુખારી રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News