અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત
મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા
મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં ફીંદલાની વાડી વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા 7 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 50,080 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ફીંદલાની વાડી બોરીયા પાટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે રાજેશભાઈ ગેલાભાઈ કંઝારીયા (43), ભગવાનજીભાઈ અવચરભાઇ નકુમ (48), સુરેશભાઈ લખમણભાઇ નકુમ (44), સંજયભાઈ અરજણભાઈ જાદવ (27), દેવરાજભાઈ મૂળજીભાઈ પરમાર (32), નારણભાઈ છગનભાઈ પરમાર (44) અને જગદીશભાઈ દામજીભાઈ ડાભી (32) રહે. બધા બોરીયા પાટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 53,080 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના પીપળી ગામે મારુતિ પાર્કમાં રહેતા ચનાભાઈ ખીમાભાઈ ગોહિલ (50) નામના આધેડને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
મોરબીમાં રહેતો મયુર વિનોદભાઈ રાઠોડ (27) નામનો યુવાન જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિમ્પોલો કારખાના પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ત્યાં બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી