અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત
SHARE
અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત
વાંકાનેરના આંબેડકરનગરમાં એસિડ પી જતા ઉલ્ટી થવાથી આધેડને સારવારમાં ખસેડવામાં આવેલ હતા અને તેઓનું મોત નીપજયું હતું જયારે વાંકાનેરના શક્તિપરામાં રહેતો યુવાન ઝેરી દવા પી ગયેલ હોય તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજયું છે અને મોરબીના ઘૂટું ગામે રહેતા આધેડે કોઈપણ કારણોસર ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
વાંકાનેરના આંબેડકર નગર શેરી નંબર 4 માં રહેતા દેવજીભાઈ હીરાભાઈ ચાવડા (52) નામના આધેડે કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને ઉલટી થવા લાગી હતી અને ત્યારબાદ તેઓને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.
વાંકાનેરના શક્તિપરા હસનપર ખાતે રહેતા હરેશભાઈ હમીરભાઇ રોજાસરા (28) નામના યુવાને કોઈપણ કારણોસર ગત તા. 14/9 ના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરની અંદર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને અર્ધ બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે
મોરબીના ઘૂટું ગામે રહેતા કનુભાઈ જગાભાઈ ઉડેશા (52) નામના આધેડે કોઈપણ કારણોસર પોતાની વાડીએ હતા ત્યારે અજાણી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.