મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી જિલ્લાભરમાં અંદાજે ૩૦ જેટલા “સેવા સેતુ” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે મોરબી તાલુકામાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જોધપર નદી પ્રાથમિક શાળા તથા ટીંબડી પ્રાથમિક શાળા ખાતે સવારે ૦૯:૦૦થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી “સેવા સેતુ” કાર્યક્રમ યોજાશે. જોધપર નદી ખાતે યોજાનાર સેવા સેતુમાં ઘુનડા (સ), અદેપર, લખધીરનગર, જોધપર નદી, જુના જાંબુડીયા, મકનસર, બંધુનગર, ગીડચ અને પાનેલી ગામના નાગરિકો લાભ લઈ શકશે. જ્યારે ટીંબડી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવા સેતુમાં ધરમપુર, ટીંબડી, કેરાળા, હરીપર, લક્ષ્મીનગર, ભક્તિનગર, શક્તિનગર, રવાપર નદી, ભરતનગર,t અમરનગર, નવા સાદુળકા તથા જુના સાદુળકા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ “સેવા સેતુ” કાર્યક્રમોમાં વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી સંબંધિત ગામોના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવાઓનો લાભ લેવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ મામલતદાર ગ્રામ્ય મોરબી કે.ડી. બુસાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.