મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું


SHARE





મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે વિદ્યાર્થીઓમાં ધાર્મિક આસ્થા, ભારતીય સંસ્કૃતિ, એકતા અને સેવાભાવનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી વિઘ્નહર્તા દેવ ભગવાન ગણેશજીનું નવયુગ કા રાજા સ્વરૂપે ભક્તિભાવપૂર્વક અને ભવ્ય રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણપતિ દાદાની પ્રતિમાના સ્થાપન પ્રસંગે સમગ્ર કોલેજ સંકુલને આકર્ષક શણગાર, રંગોળી, દીપમાળા અને પુષ્પોથી સજાવવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર, ગણેશવંદના અને ઢોલ-નગારાના નાદ વચ્ચે યોજાયેલી સ્થાપનવિધિથી સમગ્ર નવયુગ સંકુલ ભક્તિમય બની ગયું હતું.

આ સમગ્ર ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કોલેજના તમામ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓએ આયોજનથી લઈને સુશોભન, પૂજનવિધિ, આરતી અને પ્રસાદ વિતરણ સુધીની તમામ જવાબદારીઓ ઉત્સાહ અને શિસ્તપૂર્વક નિભાવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ સવાર-સાંજ ગણપતિ દાદાની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા સ્ટાફના સભ્યો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. અને ગણપતિ બાપ્પાના જયઘોષ અને ભક્તિગીતોથી સમગ્ર કેમ્પસમાં આધ્યાત્મિકતા, આનંદ અને ઉત્સવનો અદભુત માહોલ સર્જાયો છે. મોરબીમાં નવયુગ પરિવાર દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, જવાબદારી, નેતૃત્વ, સંસ્કાર અને સામૂહિક ભાવના વિકસાવતું એક પ્રેરણાદાયી આયોજન બની રહ્યું છે. તેમજ ધોરણ -12 કોમર્સ ની વિધાર્થીનીઓ દ્વારા 2051 મોદકની મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાજણાવ્યું હતું કે, ભગવાન શ્રી ગણેશ બુદ્ધિ, વિવેક અને સફળતાના દેવ છે. નવયુગ કા રાજા ના પાવન આગમનથી સમગ્ર નવયુગ પરિવારમાં નવી ઊર્જા, ભક્તિ અને એકતાનો સંચાર થયો છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફે સાથે મળીને કરેલું આ ભવ્ય આયોજન ખરેખર અભિનંદનને પાત્ર છે. ગણપતિ દાદા સૌના જીવનમાંથી વિઘ્નો દૂર કરી જ્ઞાન, સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી.




Latest News