સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ


SHARE





મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ

મોરબીના આમરણ નજીકથી ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે આમરણ ગામ પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં ડાયવર્ઝન આપવામાં આવેલ છે જો કે, ખરાબ રસ્તા અને મોટા ખાડાના કારણે ટ્રકમાંથી કન્ટેનર રોડ સાઇડમાં પલ્ટી મારી ગયું હતુ. અને પાણીના પંપની દીવાલ અને કન્ટેઇનરમાં નુકસાન થયું હતુ. જો કે, આજે તે કન્ટેનરને ત્યાંથી લઈ જવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જેથી આમરણ ગામ પાસે ટ્રાફિકજામ થઈ ગયો હતો.

મોરબીના આમરણ ગામ પાસે જે ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે ત્યાં ડાયવર્ઝનનો રસ્તો આપવામાં આવેલ છે અને તે રસ્તો ખરાબ હોવાથી અનેક વખત નાના મોટા અકસ્માત થાય છે અને તેના સમાચારો પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે તો પણ અધિકારી કે કોન્ટ્રાકટર દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી અને ખરાબ રસ્તાના કારણે થોડા દિવસો પહેલા મોરબીના આમરણ પાસે જામનગર રોડ ઉપર ટ્રકમાંથી કન્ટેનર રોડ સાઇડમાં પલ્ટી મારી ગયું હતુ. જે કન્ટેનરને ત્યાંથી લઈ જવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે આમરણ ગામ પાસે ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેથી કરીને વાહન ચાલકોને કલાકો સુધી હેરાન થવું પડ્યું હતું. અને વાહન ચાલકો કહેતા હતા કે, આ રસ્તો છ મહિનાથી ખરાબ છે. તો પણ અધિકારી કે કોન્ટ્રાકટર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી વહેલી તકે ડાયવર્ઝનનો રસ્તો રીપેર કરવામાં આવે તેવી માંગ ઊઠે છે.




Latest News