વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી હળવદમાં પાણીનો વાલ્વ બંધ કરવા માટે અને સાફ-સફાઈ બાબતે મહિલાને દંપતી આપી જાનથી મારી નાખવાની ધમકી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન
Breaking news
Morbi Today

મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું


SHARE































મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું

મોરબીમાં આવેલ પીએમશ્રી મધપરવાડી કન્યા શાળા અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દરમ્યાન વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. મનોવિજ્ઞાનના નિયમ મુજબ બાળકો સાભળેલું ભૂલી જાય છે, જોયેલું યાદ રહી જાય છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે,એ પ્રમાણે વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારે બનાવેલ કૃતિઓ ટપક સિંચાઈ, એનર્જી એપ્સીઅંન્ટ સ્માર્ટ સીટી, પાણીનું શુદ્ધિકરણ જૈવિક ખેતી, ગ્રીન એનર્જી, ડે એન્ડ નાઈટ વર્કિંગ મોડેલ, એટીએમ મશીન, લ.શા.અ. ગુ.શા.અ.ટેલિસ્કોપ, રેઇન ડીરેક્ટર, સૂર્ય મંડળ, જ્વાળામુખી ભૂકંપ ચેતવણી સુરક્ષા લિફ્ટ , ચંદ્રયાન વર્કિંગ મોડેલ, કોણ માપક, ફેકટરીના પાણીનું શુદ્ધિકરણ, LCM પ્રોજેક્ટ, ઓટોમેટિક સોલાર પ્લાન્ટ, હાઇડ્રોલિક બ્રિજ, સરવાળા મોડેલ,ઓટોમેટિક ચકડોળ,પેરિસ્કોપ,હોલોગ્રામ વગેરે જેવી 30 જેટલી કૃતિ વિદ્યાર્થીઓએ બનાવી હતી, દોશી & ડાભી માધ્યમિક શાળા માધાપરવાડી સરકારી માધ્યમિક શાળા માધાપરવાડી કુમાર શાળા વગેરે આજુબાજુની શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાલ્યુ હતું, પ્રદર્શનને સફળ બનાવવા ગણિત- વિજ્ઞાન શિક્ષક ચાંદનીબેન સાંણજાએ ખુબજ જહેમત ઉઠાવી હતી તેમજ ધો.6 થી 8 ના તમામ શિક્ષકો ઉપેન્દ્રભાઈ ફુલતરિયા, જયેશભાઇ અગ્રાવત, દિનેશભાઈ સાવરિયા વગેરેએ વ્યવસ્થાપન સભાળ્યું હતું.












Latest News