મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું
મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો
SHARE
મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા યુવાન પાસેથી બાઈક માંગ્યું હતું જે બાઈક આપવાની તેને ના પાડી હતી તે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા સ્કૂટરમાં યુવાનોનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ત્યાં ઢીકાપાટુનો અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ તેની પાસેથી 8,000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા અને ઓપો કંપનીનો મોબાઇલ ફોન લૂંટી લેવામાં આવ્યો હતો. આટલું નહીં પરંતુ તે યુવાનના ભાઈ ઉપર છરી વડે હુમલો કરીને ખભા, જમણા હાથ તથા કમરથી નીચેના ભાગમાં છરીના ઘા મારીને ઇજા કરવામાં આવી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઇજા પામેલા બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના વજેપર શેરી નંબર 11 માં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા સંજયભાઈ ગંગારામભાઈ બાંભણીયા (32) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇરફાન કરીમ, અબ્દુલા ઉર્ફે અબુડી ઉર્ફે બાડો અને યુસુફ મોહમદભાઈ રતનિયા રહે. ત્રણેય કાલિકા પ્લોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આરોપી ઈરફાને બે દિવસ પહેલા ફરિયાદી પાસે બાઈક માગ્યું હતું જે બાઈક તેને આપ્યું ન હતું જેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીને એક્સેસ સ્કૂટરમાં બેસાડીને તેનું અપહરણ કર્યું હતું અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ફરિયાદીને ત્રણેય આરોપીઓએ ઢીકાપાટુનો અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ફરિયાદી પાસેથી અબુડી ઉર્ફે બાડાએ ઓનલાઈન 8000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા તથા યુસુફ રતનિયાએ બ્લુ કલરનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન ફરિયાદી પાસેથી લૂંટી લીધો હતો તેમજ સાહેદ ફરિયાદીના ભાઈ જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણિયાને અબ્દુલ્લાએ પકડી રાખતા ઇરફાને ડાબા ખંભા, જમણા હાથમાં કોની પાસે અને કમરની નીચેના ભાગે છરીના ઘા મારીને ગંભીર ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે