મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી


SHARE









માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી

માળિયા (મી)ના બગસરા ગામ નજીક આવેલ પવનચક્કીને અજાણ્યા શખ્સે નિશાન બનાવી હતી અને ત્યાંથી તાળું તોડીને કોપરના કેબલ વાયરની ચોરી કરી છે જેથી 78 હજારના વાયરની ચોરી થઇ હોવાની માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

માળિયા (મી)ના વવાણીયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુભાઈ મેઘુભા પરમાર (45)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 23 ના રોજ રાતના સમયે અજાણ્યા તસ્કરે બગસરા ગામની સીમમાં આવેલ પવનચક્કી નંબર વીએમ 36 ને નિશાન બનાવી હતી અને ત્યાં તાળું તોડીને પવનચક્કીમાંથી કોપરના 240  સ્ક્વેર એમ.એમ.ના કેબલ વાયરમાંથી 260 મીટર વાયરની ચોરી કરી હતી જેથી 78 હજાર રૂપિયાની કિંમતના વાયરની ચોરી થઈ હોવાથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News