મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠને વક્ફ અધિનિયમ ૧૯૯૫ ને રદ કરવાની કરી માંગ
માળીયા (મી)માથી સિંગલ બેરલ દેશી તમંચા સાથે એક ઝડપાયો
SHARE









માળીયા (મી)માથી સિંગલ બેરલ દેશી તમંચા સાથે એક ઝડપાયો
માળીયા મીયાણા પોલીસ દ્વારા એસપી સુબોધ ઓડેદરાની સુચના અને એએસપી અતુલકુમાર બંસલ તેમજ ઇ.સી.પી.આઇ. એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ક્રિપાલસિંહ ચાવડા તથા સંજયભાઇ રાઠોડને મળેલ બાતમી આધારે માળીયા ભટ્ટીની વાંઢમાંથી વાડા વિસ્તાર જવાના કાચા રસ્તેથી આરોપીના ભેટમાથી ગેરકાયદે સિંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચો (બંદુક) મળી આવી હતી જેથી આરોપી અલ્લારખાભાઇ તૈયબભાઇ ભટ્ટી જાતે મિયાણા (ઉ.૨૩) રહે. ભટ્ટીની વાંઢ વાડા વિસ્તારની પાછળ માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૫૦૦૦ નો તમંચો કબજે કરેલ છે આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી
