મોરબી પાલિકાના સંચાલિત નંદીઘર ગૌશાળા માટે મકરસંક્રાંતિએ ખુલ્લા હાથે દાન આપવા અપીલ
મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠને વક્ફ અધિનિયમ ૧૯૯૫ ને રદ કરવાની કરી માંગ
SHARE









મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠને વક્ફ અધિનિયમ ૧૯૯૫ ને રદ કરવાની કરી માંગ
મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વક્ફ અધિનિયમ ૧૯૯૫ ને રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવાની માંગ કરવામાં આવી છે અને આ સંગઠન દ્વારા જે રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, વકફ બોર્ડ દ્વારા સરકારી અર્ધ સરકારી જમીન સંપાદન કરી વકફ બોર્ડ સતત વધી જવા પામેલ છે અને ગેરકાયદે જમીનનો કબ્જો કરીને રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે અને ભારતીય બંધારણની ઉપરવટ જઈને વકફ એક્ટ-૧૯૯૫ ની કલમનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને કાયદાનો ખુલ્લે આમ ભંગ થાય છે તેવું દેખાઈ રહ્યું છે ત્યારે વક્ફ અધિનિયમ ૧૯૯૫ રદ કરવામાં આવે અને ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવામાં આવે તેવી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રાઠોડ ભગીરથસિંહના નેતૃત્વમાં માંગ કરવામાં આવી છે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે યોગેશ ભારથી ગૌસ્વામી, સત્યજીતસિંહ રાઠોડ, ધાર્મિક પટેલ, જાડેજા મહિદીપસિંહ, સાવનભાઈ ગજ્જર, રાહુલભાઈ ઠાકોર, માધવભાઈ બતાળા, પંકજભાઈ અગોલા, જય ભીમાણી, ખુશાલ વડલિયા, રૂપેશ રાણપરા, ભટ્ટી યશ, ભાવિન ચાવડા, શિવમભાઈ ઠાકોર, કાલરીયા જીતેન્દ્ર, બાબુભાઈ રબારી સહિતના સંગઠનના કાર્યકર્તા ભાઈઓ હજાર રહ્યા હતા
