મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારોએ સિરામિક બાદ ટોયલેટ સીટ કવર-એસેસરીઝના ઉત્પાદનમાં ચાઇનાને હંફાવ્યું: ૬૦ ટકામાંગ વધી


SHARE











મોરબીના ઉદ્યોગકારો છેલ્લા ઘણા વર્ષોથી ચાઇનાને સિરામિક પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં હંફાવી રહ્યા છે તેની સાથોસાથ હવે સિરામિક પ્રોડક્ટમાં જરૂરી એવા ટોયલેટ સીટ કવર સહિતની એસેસરીઝના ઉદ્યોગમાં પણ ભારતના ઉદ્યોગકારો ચાઇના ને ટક્કર આપી રહ્યા છે અને આજની તારીખે મોરબીની આસપાસમાં તેનું ઉત્પાદન થવા લાગ્યું હોવાથી ભારતની અંદર એક્સપોર્ટ થતી સિરામિક એસેસરીઝમાં લગભગ ૮૦ ટકાથી વધુનો ચાઇનાનો ઘટાડો થઈ ગયો છે અને ભારતની અંદર બનતી આ પ્રોડક્ટ હાલમાં ભારતના દરેક રાજ્યની અંદર તેમજ વિદેશમાં પણ એક્સપોર્ટ થવા લાગી છે

મોરબી કે જેને સીરામીક ઇન્ડસ્ટ્રીઝનું હબ કહેવામા આવે છે ત્યાં નાના-મોટા ૧૦૦૦ જેટલા સિરામિક યુનિટો કાર્યરત છે અને વિશ્વમાં સૌથી વધુ સિરામિક ટાઇલ્સ ઉત્પાદનમાં બીજા ક્રમે મોરબીમાં કરવામાં આવે છે અને આજની તારીખે મોરબી ચાઇનાને સિરામિક ટાઇલ્સના ઉત્પાદનમાં હંફાવી રહ્યું છે અને મોટાભાગના દેશોની અંદર મોરબી સિરામિક ટાઇલ્સ સપ્લાઇ થાય છે તેની સાથોસાથ જો વાત કરીએ તો સેનેટરી વેર્સ સાથે વપરાતા ટોયલેટ સીટ કવર સહિતની અન્ય એક્સેસરીઝ જે અત્યાર સુધી ચાઇનાથી મોરબી સહિત ભારતમાં એક્સપોર્ટ કરવામાં આવતી હતી તેનું ઉત્પાદન જ મોરબીમાં થવા લાગ્યું છે અને ટોઇલેટ સીટ કવર તેમજ સિરામિક એસેસરીઝના ઉત્પાદનમાં મોરબીના ઉદ્યોગકારોએ ચાઇનાને ટક્કર આપી હોવાથી આજની તારીખે ચાઇનાનું ૮૦ ટકાથી વધુનું માર્કેટ ડાઉન થઈ ગયું છે તેવું વિનાયક કોર્પોરેશન વાળા પંકજભાઈ પ્રવીણભાઈએ જણાવ્યુ  છે

મોરબીના યુવા ઉદ્યોગપતિ નિલેષભાઈ ભટ્ટએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીના ઉદ્યોગકારો પોતાની કોઠાસુઝથી ન બની શકે તેવી પ્રોડક્ટને પણ મોરબીના આંગણે બનાવી રહ્યા છે અને દેશ વિદેશ સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે આમ જોવા જઈએ તો સીરામીક પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે વપરાતી તમામ સામગ્રીઓ મોરબી બહારથી આવે છે તેમ છતાં પણ સીરામીકનું મોરબીમાં ઉત્પાદન થાય છે તેવી જ રીતે હાલમાં સિરામિક સેનેટરી વેર્સ સાથે ઉપયોગમાં લેવામાં આવતી જરૂરી એસેસરીઝ તેમાં ટોઇલેટ સીટ કવર માટે વપરાતા પ્લાસ્ટિકના દાણા અને અન્ય મશીનરી કે જેમાં આ પ્રોડક્ટને બનાવવામાં આવે છે તે તમામ વસ્તુઓ ભારતની ન હોવા છતાં આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ ૪૫ જેટલા કારખાના કાર્યરત થઇ ગયા છે

આ ઉદ્યોગમાં ખાસ કરીને મહિલાઓને રોજગારી મળી રહી છે અને આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં દરરોજ લગભગ ત્રણ લાખથી વધુ ટોઇલેટ સીટ કવર અને અન્ય એસેસરીઝ  બનાવે છે જેને ભારતના દરેક રાજ્યમાં તેમજ વિદેશમાં સપ્લાઇ કરવામાં આવે છે આમ આત્મનિર્ભર ભારત સરકારને આ ઉદ્યોગ મોટી કમાણી આપી રહ્યો છે સાથોસાથ રોજગાર પણ આવી રહ્યો છે આબે મોરબીમાં રફાળેશ્વર, પીપળી રોડ તેમજ અન્ય વિસ્તારની અંદર આવેલા સિરામિક એસેસરીઝ માટેના યુનિટીની અંદર બનતી પ્રોડક્ટને હાલમાં આફ્રિકન કન્ટ્રી તેમજ મિડલ ઈસ્ટના દેશોમાં તેમજ ભારતના દરેક રાજ્યની અંદર સપ્લાય કરવામાં આવે છે અને આગામી દિવસોમાં હજુ પણ આ ઉદ્યોગનો વિકાસ થાય તેવું અહિના ઉદ્યોગકારોને દેખાઈ રહ્યું છે

મોરબીના ઉદ્યોગકાર કેવલ બાવરવા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ છે કે, જે રીતે સિરામિક ઉદ્યોગની અંદર નવી ટેકનોલોજીની તાત્કાલિક ઉદ્યોગકારો આવકારી રહ્યા છે તેવી જ રીતે આ સિરામિક એસેસરીઝ માટેની ઇન્ડસ્ટ્રીઝમાં પણ નવી ટેકનૉલોજિ આવી રહી છે તેને પણ અહીંના ઉદ્યોગકારો દ્વારા માર્કેટનો અભ્યાસ કરીને તાત્કાલિક માર્કેટની જરૂરિયાત મુજબ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જેથી કરીને દિવસેને દિવસે આ ઉદ્યોગ પણ વિકસી રહ્યો છે અને આજની તારીખે ન માત્ર ભારત પરંતુ આ ઉદ્યોગમાં મોરબીના ઉદ્યોગકારો ચાઇનાને સીધી ટક્કર મારી રહ્યા છે જેથી કરીને અન્ય દેશોમાં પણ ચાઇનાનું માર્કેટ લગભગ ૬૦ ટકા ઘટી ગયું છે અને મોરબીનું સિરામિક એસેસરીઝ તેમજ સીટ કવરનું મોરબીનું માર્કેટ છેલ્લા વર્ષોમાં ૬૦ ટકા વધી ગયું છે

છેલ્લા ઘણા વર્ષોથી મોરબીનો સિરામિક ઉદ્યોગ તેમજ ઘડીયાળ ઉદ્યોગ ચાઇનાને સીધી ટક્કર આપી રહ્યો છે અને દેશવિદેશમાં મોરબીની આ પ્રોડક્ટને અહીંના ઉદ્યોગકારો વેચી રહ્યા છે અને તેની સાથોસાથ જ વાત કરીએ તો ટોઇલેટ સીટ કવર અને સિરામિક એસેસરીઝનું ઉત્પાદન પણ હવે મોરબીના આંગણે થવા લાગ્યુ છે અને મોરબીમાં જે ઉત્પાદન થાય છે તેની ગુણવત્તા ચાઇના માલ કરતાં સો ટકા વધુ સારી હોય છે જેથી કરીને આજે ન માત્ર ભારત પરંતુ જુદા જુદા દેશની અંદર પણ મોરબીના ઉદ્યોગકારો પાસેથી વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા માલની ખરીદી કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના પછી ચાઇનાના મોટાભાગના ઉદ્યોગને ઝટકો લાગેલ છે ત્યારે અહીના ઉદ્યોગકારો કોઠાસુઝથી હાલમાં ચાઇનાને ટોઇલેટ સીટ કવર અને સિરામિક એસેસરીઝના ઉદ્યોગમાં પણ મહાત આપી રહ્યા છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી






Latest News