મોરબીના વાંકળા ગામે પ્રાથમિક શાળાના પટાંગણમા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મુકાઇ
મોરબીના સંદિપસિંહ જાડેજાની એપીવીપી પ્રદેશ સહમંત્રી તરીકે વરણી
SHARE
મોરબીના સંદિપસિંહ જાડેજાની એપીવીપી પ્રદેશ સહમંત્રી તરીકે વરણી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજાયેલ ત્રિદિવસીય પ્રદેશ અધિવેશન કે જે ભુજ (કચ્છ) ખાતે યોજાયુ હતુ તેમાં આગામી વર્ષ ૨૦૨૧-૨૨ ની પ્રદેશ કારોબારીની ઘોષણા કરવામાં આવી છે તેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ અધ્યક્ષ તરીકે ડો.સંજયભાઈ ચૌહાણની તેમજ પ્રદેશ મંત્રી તરીકે યુતિબેન ગજરેની નિમણુક કરાઇ હતી અને મોરબી શાખાના કાર્યકર્તા છાત્ર નેતા સંદિપસિંહ ભીખુભા જાડેજાની તેમા પ્રદેશ સહમંત્રી તરીકે નિમણુક કરાઇ છે.
મોરબીના સંદિપસિંહ વર્ષો જૂના કાર્યકર્તા છે. અગાઉ વિદ્યાર્થી પરિષદમાં તેમણે ઓમવીવીઆઇએમ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે, નગર સહમંત્રી, નગરમંત્રી, પ્રદેશ કારોબારી સદસ્ય જેવી વિવિધ જવાબદારી વહન કરેલ છે. હાલ તેઓ મોરબી જિલ્લા સંયોજકની જવાબદારી વહન કરી રહ્યા છે.તેઓએ બીબીએના સ્ટુડન્ટ છે.૨૦૧૮ થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યા અને વિધાર્થીઓ માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક કાર્ય કરીને તેમજ વિવિધ કેમ્પસમાંથી વિધાર્થીઓમાં રાષ્ટ્રભાવ જગાડીને તેઓ મોરબી જિલ્લાના વિધાર્થીઓના પ્રેરણાસ્ત્રોત બન્યા છે. અને સંદિપસિંહ જાડેજાની પ્રદેશ સહમંત્રી તરીકે નિમણુક થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા ખૂબ જ ગર્વ અનુભવે છે. તેમની નિમણુક થતાં મોરબી શાખા દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા