મોરબી નગરપાલિકા દ્વારા બનાવાયેલ મહેન્દ્રપરાં મેઈન રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ ક્યારે..?
12-01-2022 08:41 PM
SHARE
JOIN OUR GROUP
મોરબી નગરપાલિકા દ્વારા બનાવાયેલ મહેન્દ્રપરાં મેઈન રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ ક્યારે..?
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજૂઆત કરીને મોરબીના મહેન્દ્રપરામાં બનેલા મેઇન રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે રાવ કરેલ છે.
તેઓએ વધુમાં જણાવ્યું છેકે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહેન્દ્રપરા મેઈનરોડનું કામ થોડા સમય પહેલા કરવામાં આવેલ હતું.આ રોડ બન્યા બાદ ખુબ જ ટુંકા સમયમાં તૂટી જવા પામેલ છે.આ રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હતો.આ રોડમાં જનતાના ટેક્સના પૈસા ખર્ચીને બનાવવામાં આવેલ હતો.પરંતુ ભ્રષ્ટાચારી લોકો દ્વારા કરાયેલ મોટા ભ્રષ્ટાચારના કારણે કામ નબળું થવા થયુ હોવાથી આ રોડ તૂટી જવા પામેલ છે.
જેથી તેઓએ લોકહિતમાં માંગણી કરેલ છેકે આ રોડ નવેસરથી બનાવવો જોઇએ તેમજ આ નબળા કામના જવાબદારો સામે કાયદેસરની તપાસ કરાવીને કસુરવારો સામે દંડાત્મક પગલા લેવા જોઇએ.જો આમ નહિં કરવામાં આવો તો નાછુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અંતમાં કે.ડી.બાવરવા દ્રારા ઉચ્ચારવામાં આવેલ છે.