મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામેથી ગુમ થયેલ કોલેજીયન યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું


SHARE



















મોરબીના લક્ષ્મીનગર ગામેથી ગુમ થયેલ કોલેજીયન યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું

 

મોરબીના માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામેથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જીલ્લાના મુંદડા ગામે રહેતી અને હાલ લક્ષ્મીનગર ગામે આર્યવત કોલેજમાં રહી અભ્યાસ કરતી માહીબેન ચેતનભાઈ પટેલ (19) ગત તા.6-10ના ગુમ થયા હતા. જે અંગે ચેતનભાઈએ મોરબી તાલુકામાં જાણ કરી હતી.

તાલુકા પોલીસ મથકના ફીરોઝભાઈ સુમરાએ તપાસ ચલાવતા સામે આવ્યું હતું કે ગુમ થયેલ માહિબેન તા.19-10ના પોલીસ સમક્ષ હાજર થતા હતા અને તેણીએ જણાવ્યા મુજબ ગત તા.11-3ના રોજ તેણીએ મીત ભનુભાઈ માખેસણા પટેલ હાલ રહે. ગુ.હા.બોર્ડ પાસે સામાકાંઠે મુળ રહે. સણોસરા માણાવદર સાથે લગ્ન કરી લીધેલ છે તે મીત સાથે રહેવા માંગે છે.જયારે લાયન્સનગર સેન્ટમેરી સ્કુલ પાસે રહેતા હંસાબેન જોબીભાઈ (33) નામની મહીલાને પતિએ લાત મારીને ગળુ દબાવતા સારવાર માટે સિવિલે ખસેડાયા હોય પોલીસે તપાસ કરી હતી.

મારામારી
 ભડીયાદ રોડ શારદા સોસાયટીમાં ઘર પાસે ગાળો બોલતા ઈસમને ગાળો બોલવાની ના પાહતા ઉશ્કેરાયેલા શખ્સે પથ્થર અને કાચની બરણી વડે માર મારતા સુરેશભાઈ નરશીભાઈ વાજા (56) અને અમિત સુરેશભાઈ (32)ને ઈજાઓ થતા સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે પીપળી ગામે પાણીના ટાંકા પાસે રહેતા અજયસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડ (29)ને ત્યાં કામ દરમ્યાન કાચ લાગતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.

યુવાન સારવારમાં
 મોરબીના લખધીરપુર રોડ લીવોલા સીરામીક ખાતે રહીને મજુરીકામ કરતો જતનભાઈ ગુમાનભાઈ પવાર (29) નામનો યુવાન યુનીટના બોઈલ મિલ ખાતે કામ કરતો હતો તે દરમ્યાન પડી જતા માથા અને પેટમાં ઈજાઓ થયેલ હોય સારવાર માટે લઈ જવાયો હતો. જયારે રંગપર ગામે મારબીલા વિટ્રીફાઈડ ખાતે કામ દરમ્યાન મશીનમાં હાથ આવી જતા ત્યાંના લેબર કવાર્ટરમાં રહેતા વિનોદભાઈ નટ (38)ને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.

યુવાનનું મોત
 મોરબી પાવડીયારી કેનાલ ખાતે ન્હાવા પડેલ સુરજકુમાર મુળ રહે. ઉતરપ્રદેશ હાલ રહે. રેબન સિરામીક લેબર કવાર્ટર રંગપરનું ડુબી જવાથી મોત નિપજયું હતું. જયારે બેલા ગામ પાસે સનફેમ સીરામીક ખાતે કામ દરમ્યાન ઈજાઓ થતા બસંતી ડામોર (17)ને સારવાર માટે લઈ જવામાં આવી હતી.
 હળવદ રોડ ઉંચી માંડલ અને ઘુુંટુ ગામની વચ્ચેથી બાઈક લઈને જઈ રહેલ અમિત ઈશ્ર્વરભાઈ ડાભી (27) રહે. ખરેડાને અકસ્માતે ઈજા થયેલ હતી. તે બાઈક લઈને જતો હતો ત્યારે આગળ જતા ઈકો કારના ચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયો હતો










Latest News