મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત


SHARE



















મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામની સીમમાં વાડીએ થોડા દિવસો પહેલા બે સગીરા ઝેરી દવા પી ગઈ હતી જે પૈકી એક સગીરાનું અગાઉ મોત નીપજ્યું હતું અને એક સગીરા સારવાર હેઠળ હતી જોકે, બીજી સગીરાનું સારવારમાં મોત નીપજ્યું છે. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામની સીમમાં નારણકા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ભરતભાઈ કાનજીભાઈની વાડીએ રહેતા રંગેશભાઈ મેડાની 10 વર્ષની દીકરી સોહાના ગત તા. 20/10 ના રોજ ઝેરી દવા પી ગઈ હતી જેથી તે સગીરાને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જોકે ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા 20/10 ના રોજ ભરતભાઈ કાનજીભાઈ ની વાડીએ મેરેસિંગભાઈની 12 વર્ષની દીકરી આશાબેન અને સોહાના બંને ઝેરી દવા પી ગયા હતા તે પૈકી આશાબેનું અગાઉ મોત નિપજ્યું હતું અને હાલમાં સોહાનાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે આમ વાડીએ ઝેરી દવા પી ગયેલ બંને સગીરાનું મોત નિપજ્યા છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.










Latest News