મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ


SHARE







મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ

સાયબર ફ્રોડના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે તેવામાં મોરબીમાં રહેતા અને ગેરેજમાં કામ કરતાં બે શખસોના બેન્ક એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડથી મેળવેલ 3.49 કરોડ જેટલી જામ થઈ હતી અને તે રકમને યુપીઆઈડી, આરટીજીએસ વિગેરે કરીને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે અને તે બાબતે રાજસ્થાન અને ગુજરાતમાં જુદી જુદી બે ફરિયાદો પણ નોંધાયેલ છે અને છેલ્લે 74 હજાર રૂપિયાનો ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હતું જેથી ત્રણ શખ્સોની સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે 3 પૈકીનાં 2 આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.


વર્તમાન સમયમાં ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવામાં આવતું હોય છે દરમિયાન યેનકેન પ્રકારે ભેજાબાજ શખ્સો દ્વારા લોકોની સાથે સાયબર ફ્રોડ કરવામાં આવે છે અને તેને લગતી ફરિયાદો પણ સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર નોંધાતી હોય છે તેમ છતાં પણ ભેજાબાજ શખ્સો દ્વારા કોઈને કોઈ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવીને તેની પાસેથી નાણાં પડાવવામાં આવતા હોય છે આવો જ ઘાટ વધુ એક વખત મોરબી જિલ્લામાં જોવા મળ્યો છે જેમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વઘોરા ભાવેશભાઈ હરેશભાઈ રહે. સનરાઈઝ પાર્ક વિજયનગર રોડ મોરબી, ચાવડા જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશ ઉર્ફે હિતો દિનેશભાઈ ચાવડા રહે. રોહીદાસપરા મોરબી અને નિલેશભાઈ રવજીભાઈ કાસુન્દ્રા રહે. મોરબી તથા તપાસમાં ખુલે તેની સામે સાયબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો છે

હાલમાં મળતી માહિતી મુજબ આરપી નિલેશભાઈ કાસુન્દ્રાએ તેના મળતીયાઓ સાથે મળીને રાજ્યના અલગ અલગ વ્યક્તિઓ સાથે છેતરપિંડી અને સાયબર ફ્રોડ કરી મેળવેલા નાણા સગેવગે કરવા માટે થઈને વઘોરા ભાવેશભાઈ અને ચાવડા જીતેન્દ્રભાઈને કમીશન એજન્ટ બનાવ્યા હતા અને તે બંને કમિશન પેટે 15,000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને બેંક એકાઉન્ટ નંબર 40714700000550 માં તા. 23/2/2026 થી 2/6/2026 સુધીના સમયગાળામાં એટ્લે કે 94 દિવસમાં 3,49,61,073 જેટલી મતદાર રકમ મેળવી લીધી હતી અને તેને યુપીઆઇડી, આરટીજીએસ અને આઈએમપીએસ મારફતે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે.

આ સાયબર ફ્રોડ બાબતે સમન્વય તથા એનસીસીઆરપી પોર્ટલમાં રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં બે ફરિયાદ નોંધાય છે જેમાં છેલ્લે 74 હજારનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેથી આ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તે પૈકી પીએસઆઈ વાય.પી.વ્યાસ અને તેઓની ટિમ દ્વારા આરોપી વઘોરા ભાવેશ ઉર્ફે કાનો હરેશભાઈ રહે. સનરાજ પાર્ક વિજયનગર રોડ મોરબી તથા ચાવડા જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશ ઉર્ફે હીતો દિનેશભાઈ ચાવડા રહે. ડો. બાબા સાહેબના સ્ટેચ્યુની બાજુમાં રોહીદાસ પરા શેરી નં.1 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને વધુમાં મળતી માહિતી મુજબ હાલમાં પકડાયેલ બંને આરોપી ગેરેજમાં મંજૂરીનું કામ કરે છે અને તેઓના બેન્ક એકાઉન્ટ ભાડે આપવામાં આવ્યા હતા જેમાં 94 દિવસમાં 3.49 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે જેથી આગળની તપાસ હાલમાં ચાલી રહી છે.




Latest News