મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી


SHARE



















મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરીક અને ગુજરાત એસ.ટી.મુસાફર હિત રક્ષક સમિતીના પ્રતિનિધી પી.પી.જોષીએ રાજકોટ એસ.ટી. ડીવીઝન વિભાગીય નિયામકને લેખીતમાં રજુઆત કરીને જણાવ્યુ હતુ કે છેલ્લા એકાદ વર્ષથી મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે ગયેલ છે.જવાબદાર અધિકારી હેડ કવાર્ટરમાં હાજર હોતા નથી, રૂટો સમયસર ઉપડતા નથી, જેથી વિદ્યાર્થી, મુસાફર જનતાને ઘણી જ મુશ્કેલી પડે છે.

વધુમાં જણાવ્યું હતુ કે તાજેતરમાં તા.૧૭-૧૦-૨૬ નાં રાજસ્થાન-ઉદેપુર બસ કેન્સલ કરેલ અને અસંખ્યા મુસાફરો રજળી પડ્યા હતા.ડેપો ઉપર કોઈ જવાબદાર અધિકારી હાજર હોતા નથી.જેથી મુસાફરને ફરીયાદ કયાં કરવી ? અસંખ્ય બસોમાં રીઝર્વેશનના ટાઈમ ખોટા હોય છે, જેથી મુસાફર જનતા હેરાન પરેશાન થાય છે.આ અધિકારી ડેપો મેનેજર પી.જી.કુપાવતને મુસાફર પ્રત્યે જરા પણ અભિગમ નથી.આ બાબતે અગાઉ પણ ઘણી જ સુચના તથા ચાર્જશીટ આપેલ છતાં તેમાં કોઈ સુધારો આવેલ નથી.તેવુ સુત્રોમાં જાણવા મળેલ છે.સરકાર કરોડો રૂપિયા એસ.ટી.વિભાગમાં મુસાફરોની સુખ સુવિધા પાછળ ખર્ચ કરે છે.પરંતુ આવા અધિકારીની અણ આવડત કે બેદરકારીને કારણે મુસાફર હેરાન થાય છે.આ બાબતે ઉચ્ચ કક્ષાએથી અંગત રસ લઈને વડી કચેરીને રીપોર્ટ કરવો જરૂરી છે અને મોરબી કેન્દ્ર ખાતે સારા અને કડક અધિકારી મુકવામાં આવે, હાલમાં સવારે સાત વાગ્યે મોરબીથી જેતપરના ફેરાની ખાસ જરૂર છે, હાલમાં મોરબીથી ૭ઃ૩૦ વાગ્યે મોરબી ટીકર ઉપડે છે.પરંતુ તેમાં પુરતા મુસાફરનો સમાવેશ થતો નથી અને ન છુટકે મુસાફરને પ્રાઈવેટ વાહનનો આશરો લેવો પડે છે. હાલમાં મોરબી ડેપોનું તંત્ર અંધેરી નગરી અને ગંડુ રાજા જેવુ છે.આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ પી.પી.જોષીએ કરેલ છે.










Latest News