મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

પોષણ માહ અભિયાનમાં મોરબી જિલ્લો ૧૪,૮૨,૫૫૬ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી રાજ્યમાં બીજા સ્થાને


SHARE



















પોષણ માહ અભિયાનમાં મોરબી જિલ્લો ૧૪,૮૨,૫૫૬ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી રાજ્યમાં બીજા સ્થાને

પોષણ માહ અભિયાન અંતર્ગત“જનઆંદોલન ડેશબોર્ડમા ૬.૮૧ લાખના લક્ષ્યાંક સામે ૧૪.૮૨ લાખથી વધુ પ્રવૃત્તિઓ પૂર્ણ કરીને મોરબી જિલ્લાએ ૨૧૭.૭ ટકા સિદ્ધિ સાથે રાજ્યમાં બીજું સ્થાન મેળવ્યું છે તેમ આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસરશ્રીએ જણાવ્યું હતું

ભારત સરકારના પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ઉજવાતા પોષણ માહની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ જાગૃતિ અને જનભાગીદારીને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ નોટિસ, પ્રારંભિક શિક્ષણને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ, પોષણ વાનગી નિર્માણ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા, આરોગ્ય જાગૃતિ શિબિરો તથા અન્ય જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ અભિયાન માટે આંગણવાડી કાર્યકરો, આરોગ્યકર્મીઓ અને સ્થાનિક સમુદાયની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી .મોરબી જિલ્લામાં પોષણ અંગે જનભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે










Latest News