મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે રામ મહેલ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE



















મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે રામ મહેલ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં 30 ઓક્ટોબર 2022 ના રોજ ઝુલતા પુલ તૂટી પડવાથી ગોઝારી દુર્ઘટના બની હતી જેમાં કુલ મળીને 135 લોકોએ તેઓના જીવ ગુમાવ્યા હતા ત્યારે આજે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેઓના મોક્ષર્થે મોરબીમાં આવેલ રામ મહેલ મંદિર ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.  

મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ શ્રી રામ મહેલ મંદિર ખાતે આજે પ્રતીકભાઈ મહેન્દ્રભાઈ આચાર્યની સેવાકીય ભાવના અને રાજકોટની લાઈફ બલ્ડ સેન્ટરના સહયોગથી ઝુલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેઓના મોક્ષર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સવારે 7:30 વાગ્યાથી રક્તદાન કેમ્પ શરૂ કરવામાં આવેલ છે અને આ કેમ્પના ઉદ્ઘાટન સમયે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા, ડો. સતિષભાઇ પટેલ, મહાપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, દંડક જયેશભાઇ દેસાઇ સહિતના અનેક લોકો અને સેવાભાવી યુવાનો હાજર રહ્યા હતા અને મહિલાઓ સહિતના લોકોએ રક્તદાન કરીને મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને રક્તદાન જેવા મહાદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાના હેતુ સાથે આ રક્તદાન કેમ્પનું આયોજન રામ મહેલ મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. 










Latest News