મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

અમદાવાદમાં પકડાયેલ 8 લાખના ગાંજાના ગુનામાં માલ મંગાવનારા શખ્સની મોરબીથી ધરપકડ


SHARE



















અમદાવાદમાં પકડાયેલ 8 લાખના ગાંજાના ગુનામાં માલ મંગાવનારા શખ્સની મોરબીથી ધરપકડ

અમદાવાદના એક્સપ્રેસ-વે ટોલનાકા પાસેથી 16.130 કિલો ગાંજા સાથે મોરબીના એક શખસને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ દરમ્યાન મોરબીના એક શખ્સનું નામ સામે આવ્યું હતું જેથી અમદાવાદ પોલીસ મોરબી આવી હતી અને હાલમાં મોરબીથી વધુ એક શખ્સની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

અમદાવાદ પોલીસે ગાંજા સાથે મોરબીના રહેવાસી આરોપી ભાવિક મોરડિયા (39) ની ધરપકડ કરી હતી અને તે પોતે હોટેલના ધંધા સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે આ આરોપી પાસેથી બે ટ્રોલી બેગમાં પ્લાસ્ટિકની કુલ 16 કોથળીઓ મળી આવી હતી જેમાં ગાંજાનો જથ્થો ભરેલો હતો જેથી એફએસએલ અધિકારી દ્વારા સ્થળ પર માલનું પરીક્ષણ કરીને વનસ્પતિજન્ય ગાંજો હોવાનું સામે આવ્યું હતું અને આરોપી પાસેથી ઓડિશાના બાલાંગીર સ્થિત વિશાલ મેગા માર્ટમાંથી ટ્રોલી બેગ ખરીદ્યાનું 3,499 રૂપિયાનું બિલ પણ મળી આવ્યું હતું. વધુમાં મળતી માહિતી મુજબ આરોપી ટ્રેન કે ખાનગી બસ મારફતે વડોદરા સુધી પહોંચ્યા બાદ એક્સપ્રેસ-વે પર વાહન બદલીને અમદાવાદથી મોરબી તરફ જવાની ફિરાકમાં હતો, તેવામાં પોલીસે ટોલનાકા પાસે પગપાળા પસાર થતાં આ શખ્સને ઝડપી લીધો હતો

અને આરોપીની વધુ પૂછપરછ કરતાં તેણે કબૂલ કર્યું હતું કે, આ ગાંજાનો જથ્થો ઓડિશાના બાલાંગીર ખાતે રહેતા અશવીની બેગ પાસેથી 80,000 રૂપિયામાં મેળવ્યો હતો. આ જથ્થો મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફરને પહોંચાડવાનો હતો. આ કામગીરી પેટે ભાવિકને પ્રતિ કિલોએ આરોપીને રૂપિયા 6,000 લેખે કમિશન મળવાનું હતું જેથી રામોલ પોલીસે ગાંજો આપનાર ઓડિશાના સપ્લાયર અને મંગાવનાર મોરબીના શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની વધુ તપાસ પીઆઈ પ્રતિકકુમાર એન. ઝીંઝુવાડિયા ચલાવી રહ્યા છે અને આ કેસમાં મોરબીના જે શખ્સનું નામ સામે આવ્યું હતું તેને રામોલ પોલીસ સ્ટેશનના એએસઆઇ હરેશભાઈ મથુરભાઈ સહિતનો સ્ટાફ મોરબી આવીને આરોપી પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફર રહે.પ્રભુકૃપા સોસાયટી મહેન્દ્રનગર બસ સ્ટેશનની સામે, સામાકાંઠે મોરબી-૨ વાળાને લઈ ગયેલ છે










Latest News