ઘરાક મળે તે પહેલા જ પોલીસ મળી ગઇ : વાંકાનેર બાઉન્ડ્રી નજીક હોટલના ગ્રાઉન્ડમાંથી બે આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા
SHARE









ઘરાક મળે તે પહેલા જ પોલીસ મળી ગઇ : વાંકાનેર બાઉન્ડ્રી નજીક હોટલના ગ્રાઉન્ડમાંથી બે આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા સુચના કરવામાં આવેલી હોય જિલ્લામાં બનતા ક્રાઇમના ગંભીર બનાવોને રોકવા માટે એલસીબી બ્રાન્ચ વોચમાં હતી તે દરમિયાનમાં મળેલ બાતમીના આધારે મોરબીની વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલા હોટલના ગ્રાઉન્ડમાંથી બે ઇસમોની હથિયાર અને કાર્ટીઝ સાથે ધરપકડ કરવામાં આવેલ છે.આરોપીઓ હજુ એમપીથી હથીયાર વેચવા માટે આવ્યા હતા અને હથિયાર માટે ગ્રાહકો મળે તે પહેલાં જ પોલીસનો ભેટો થઇ ગયો હતો અને હાલ હથિયાર-કાર્ટીઝ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
રાજકોટ રેંજવડા સંદિપસિંહ તથા મોરબી પોલીસવડા સુબોધ ઓડેદરાએ જીલ્લામાં વધતી ગુનાખોરી અટકાવવા સુચના કરેલ હોય તેમજ જીલ્લામાં ગેરકાયદેસર હથીયાર શોધી કાઢીને દારૂ-જુગારની બદી ઉપર અંકુશ લાવવા જણાવેલ હોય એલસીબી પીઆઇ વી.બી.જાડેજાએ સ્ટાફને વોચમાં રહેવા સુચના આપેલ હતી.તે દરમ્યાનમાં સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાડેજા તથા શકિતસિંહ ઝાલાને સયુંકતપણે ખાનગી બાતમી મળી હતી કે, વાંકાનેર બાઉન્ડ્રી પહેલા આવેલ તુલસી હોટલના ગ્રાઉન્ડમાં એક સરદારજી કે જેણે બ્લુ કલરના કપડા તથા માથે પાઘડી પહેરેલ છે તે તથા અન્ય એક ઇસમ એમ બે વ્યક્તિ ગેર કાયદેસર હથીયાર એટલે કે દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા કાર્ટીઝનું વેચાણ કરવાની ફીરાકમાં છે. તેથી ચોકક્સને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ તુલસી હોટલના ગ્રાઉન્ડમાં રેડ કરવામાં આવતા ત્યાંથી લોખંડની મેગ્જીન વાળી એક દેશી હાથ બનાવટની પીસ્તોલ તેમજ પાંચ જીવતા કાર્ટીઝ તથા ખાલી મેજીન અને એક મોબાઇલ એમ કુલ મળીને રૂા.૧૩,૦૦૦ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી મળી આવેલા માનસીંગ ઉધમસીંગ દુધાણી (ઉ.વ.૫૬) રહે.હાલ ધોરાજી ફરેણી રોડ ગુલાબનગર તા.ધોરાજી જી.રાજકોટ મુળ રહે.વડોદરા વારસીયા કેમ્પ વીમાના દવાખાના પાસે અને પવન મદન તેજાજી સીરવી જાતે રાજપુત (ઉ.વ.૩૩) ધંધો મજુરી રહે.ગંધવાની બ્લોક કોલોની ગ્રામ પંચાયત બારીયા તા.ગંધવાની જી.ધાર મધ્ય પ્રદેશ નામના બન્ને આરોપીઓને પકડી પાડીને તેઓ વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ ૨૫ (૧-બી), એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપી માનસીંગ ઉધમસીંગ નારાયણસીંગ દુધાણી અગાઉ ડી.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ શહેર તથા પંચકોસી એ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર ખાતે પણ હથિયારના ગુનાઓમાં પકડાયો હતો.રેડની કામગીરી દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુંગસીયા, નંદલાલ વરમોરા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા અનો સતીષભાઇ કાંજીયા દ્વારા કરવામાં આવી હતી.
