મોરબીના જીલ્લા પંચાયત બાંધકામ શાખાના ચેરમેને તેમના વતનમાં ઉતરાયણ નિમિતે બાળકોને મૌજ કરાવી
SHARE









મોરબીના જીલ્લા પંચાયત બાંધકામ શાખાના ચેરમેને તેમના વતનમાં ઉતરાયણ નિમિતે બાળકોને મૌજ કરાવી
મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા તેમના વતન વાઘપર (પીલુડી) ગામે જરૂરીયાતમંદ પરિવારોના બાળકો સાથે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને પતંગ-દોરા અને ચીકી સહીતનો નાસ્તો આપીને બાળકોને ઉત્તરાયણની મોજ કરાવી હતી.
ઉતરાયણ પર્વની મોરબી શહેર અને જીલ્લામાં ઉજવણી કરવામાં આવી તે રીતે જ અહીંના સેવાભાવી તેમજ ભાજપના યુવા અગ્રણી અજયભાઇ લોરિયા દ્રારા તેમના વતન વાઘપર ગામે બાળકો સાથે મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.વાઘપર ગામે અજયભાઇ લોરિયા દ્વારા બાળકો માટે પતંગ,ફીરકી, ચીકીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બાળકો સાથે પતંગ ઉડાવીને ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.બાળકોએ પતંગ ઉડાવી તેમજ મમરાના લાડુ અને ચીકીની મોજ માણી ખુશી અનુભવી હતી.
