મોરબીના જીલ્લા પંચાયત બાંધકામ શાખાના ચેરમેને તેમના વતનમાં ઉતરાયણ નિમિતે બાળકોને મૌજ કરાવી
હાશ...: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં દોઢ મહિના સુધી કોઈ વધારો નહીં
SHARE









હાશ...: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં દોઢ મહિના સુધી કોઈ વધારો નહીં
મોરબીની આસપાસના વિસ્તારમાં સિરામિક ઉધોગ આવેલા છે અને તેમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે જો કે, ગેસના ભાવમાં ગમે ત્યારે વધારો કરવામા આવે છે જેથી કરીને ઉદ્યોગકારો ગેસના ભાવને લઈને અનેક મુશ્કેલીનો સામનો કરતાં હોય છે ત્યારે ગેસ કંપની તરફથી હાલમાં મોરબીના ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે અને આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરી એટ્લે કે દોઢ મહિના સુધી ગેસના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહિ
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં છેલ્લા ઘણા મહિનાથી સમયાંતરે વધારો કરવામાં આવી રહ્યો છે જેથી આ ઉદ્યોગને ટકવું મુશ્કેલ બની ગયું હતું અને હજુ પણ ગેસના ભાવમાં વધારો કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી જો કે, તે સહન થઈ શકે તેમ ન હતો માટે આ ભાવ વધારાને રોકવા માટે આગેવાનો અને ઉદ્યોગકારો દ્વારા પ્રયાસો કર્યા હતા જેમાં સફળતા મળી છે અને આગામી દોઢ મહિના સુધી નેચરલ ગેસના ભાવમાં નવો કોઈ વધારો કરવામાં આવશે નહીં જો કે, તેના માટે ગેસ્ન કંપની દ્વારા કેટલી શરતો ઉદ્યોગકારો સામે મૂકવામાં આવી છે અને એમજીઓની સમય મર્યાદામાં પણ ઘટાડો કરવામાં આવેલ છે
મોરબીમાં વપરાતા ગેસના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટના આધારે નક્કી થતા હોય છે જો કે, પ્રવર્તમાન પરિસ્થિતી તેમજ નજીકના ભવિષ્યમાં માર્કેટમાં ગેસ વપરાશની અનિશ્ચિતતાને ધ્યાને લેતા નવા એમજીઓની મુદ્દત ૧૫ દિવસની કરવામાં આવી છે અને એમજીઑ મુજબ ગેસના જથ્થાની માંગણી ઉદ્યોગકાર દ્વારા તેના કારખાના માટે કરવામાં આવી હોય છે તેનાથી વધુ ગેસનો ઉપયોગ ન કરવા માટે કહેવામા આવ્યું છે અને એમજીઓ કરવા માટે ગ્રાહકે બે દિવસ પહેલા કંપનીને જાણ કરવાની રહેશે ત્યારબાદ આવેલ અરજી સ્વીકારાશે નહિ. અને જે અરજીને ગુજરાત ગેસ દ્વારા માન્ય રાખેલ હશે તેની જાણ ઈમેલથી ગ્રાહકને કરવામાં આવશે અને જે એમજીઓને માન્ય કરવામાં આવશે તેમાં ફેરફાર કરી શકાશે નહિ. અને એમજીઓ કરતાં વધુ ગેસનો ઉપયોગ કરવામાં આવશે તો તેના રૂપિયા ૧૦૬ લેખે પ્રતિ કયુબિક મીટરનો ભાવ લેવામાં આવશે
