છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના: મોરબી જિલ્લાના ૯ તેજસ્વી તારલાઓને ૧.૦૫ લાખની આર્થિક સહાય અપાઈ મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના 3 બનાવમાં 3 યુવાનોના મોત હળવદના કોયબા ગામે થ્રેસરનું સેટિંગ કરતા માથું ટ્રેક્ટરની પેટી-ટોપલીગ વચ્ચે ફસાઈ જતા યુવાનનું મોત વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે બે કારને હડફેટે લેતા બંને વાહનોમાં મોટું નુકશાન: આરોપી ફરાર પ્રવચન નહીં, પ્રયોગ દ્વારા જીવનમાં પરિવર્તન લાવવાનો અનોખો પ્રયાસ: મોરબીમાં નવા દૃષ્ટિકોણ વાળી શિબિરનો લાભ લેતા ઉદ્યોગકારો સહિત હજારો નગરજનો મોરબી નજીક સિરામિક કારખાનામાંથી કેબલ વાયરની ચોરી કરવાના ગુનામાં 4 શાખાની 4.07 લાખના મુદામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો


SHARE







































મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો

મોરબીમાં આઈટીઆઈ ખાતે ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય (MSDE) તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામકશ્રી, તાલીમ અને રોજગારની કચેરીના માર્ગદર્શન હેઠળ મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા - ITI ખાતે વર્ષ-૨૦૨૬ નો ૫ મો કૌશલ દીક્ષાંત સમારોહ (Convocation Ceremony) યોજાયો હતો. આ સમારોહમાં વિવિધ ટ્રેડમાં તાલીમ પૂર્ણ કરી ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઓરિજિનલ માર્કશીટ, પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે મહાનુભાવોએ તાલીમાર્થીઓને સખત પરિશ્રમ, શિસ્ત, આત્મવિશ્વાસ અને સતત કૌશલ્યવર્ધન સાથે આગળ વધવા તેમજ મેળવેલા ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરી રોજગાર કે સ્વરોજગાર થકી આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી હતી. તાલીમાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવા અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાયેલા આ સમારોહના સફળ આયોજન માટે આચાર્યશ્રી એન. વી. ચનિયારાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે આઈ.એમ.સી. ઓફ આઈ.ટી.આઈ., મોરબીના ચેરમેન રાજુભાઈ ધમાસણા, સિરામિક એસોસિએશન (સેનેટરી વિભાગ) ના પ્રમુખ અજયભાઈ મારવાણીયા, આઈ.એમ.સી.ના વાઈસ ચેરમેન અમિતભાઈ કાસુન્દ્રા તેમજ ઉદ્યોગપતિ અશ્વિનભાઈ વિડજા અને સુધીરભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા














Latest News