છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના: મોરબી જિલ્લાના ૯ તેજસ્વી તારલાઓને ૧.૦૫ લાખની આર્થિક સહાય અપાઈ મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના 3 બનાવમાં 3 યુવાનોના મોત હળવદના કોયબા ગામે થ્રેસરનું સેટિંગ કરતા માથું ટ્રેક્ટરની પેટી-ટોપલીગ વચ્ચે ફસાઈ જતા યુવાનનું મોત વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે બે કારને હડફેટે લેતા બંને વાહનોમાં મોટું નુકશાન: આરોપી ફરાર પ્રવચન નહીં, પ્રયોગ દ્વારા જીવનમાં પરિવર્તન લાવવાનો અનોખો પ્રયાસ: મોરબીમાં નવા દૃષ્ટિકોણ વાળી શિબિરનો લાભ લેતા ઉદ્યોગકારો સહિત હજારો નગરજનો મોરબી નજીક સિરામિક કારખાનામાંથી કેબલ વાયરની ચોરી કરવાના ગુનામાં 4 શાખાની 4.07 લાખના મુદામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના 3 બનાવમાં 3 યુવાનોના મોત


SHARE







































મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના 3 બનાવમાં 3 યુવાનોના મોત

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં દુકાનના ઓટલા ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત નીપજયું છે જયારે લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે અને તરકીયા ગામની સીમમાં વાડીએ યુવાને ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે. 

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો સંદીપ ઉર્ફે સોમો રમેશભાઈ પીપળીયા (35) નામનો યુવાન મોરબીના લાતી પ્લોટ શેરી નં-6 ના ખૂણા પાસે ખોડીયાર પાન નામની દુકાનના ઓટલા ઉપરથી કોઈપણ કારણોસર નીચે પડી ગયો હતો જેથી તેને માથાના ભાગે ઈજા થઈ હોય ઇજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જ્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રોસ્ટાર સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મુકેશકુમાર રાજકુમાર (19) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના નાળિયેરી ગામનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં વાડીએ રહેતા સંજયભાઈ બીજલભાઇ સરવૈયા (26) નામના યુવાને કોઈપણ કારણોસર વાડીએ હતો ત્યારે ત્યાં પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 














Latest News